અમરેલી જિલ્લામાં કોરોના વધુ 19 કેસઃ કુલ 3213 પોઝિટિવ કેસ નોંધાયા
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં થઈ રહેલો સતત વધારો. આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા. દર્દીઓમાં રિકવરી રેટમાં આવેલ સુધારો આજે 19 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 3200 ને વટી ગયો. તંત્ર દ્વારા સતત સંક્રમણ અટકાવવાના પ્રયાસને લોકો મદદ રૂપ થાય. નાના બાળકો તેમજ વડીલોની ખાસ સંભાળ રાખવી. લોકોએ માસ્ક ફરજીયાત પહેરી અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખે. અત્યારે માસ્ક જ વેકસીન છે. દર્દીઓમાં રિકવરી રેટમાં સુધારો આવી રહ્યો છે. આજ તા. 4 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 169 દર્દીઓ છે. આજે 19 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 35 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3213 પર પહોંચી છે.
Recent Comments