fbpx
અમરેલી

પ.ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વંયમ સેવક દિન તરીકે ઉજવાય છે

જાહેર જીવન માં જીવતી દરેક વ્યક્તિ ની સેવા થી લાભ થશે તે માન્યતા અહીં ગૃહિત ગણી એ પણ તેમના સદકર્મ થી ચોક્કસ લાભ થશે જ અનેક સંસ્થા ઓ (એન.જી ઓ) અનેકો પ્રકાર ની મુહિમો ચલાવે છે તેનો લાભ કરોડો લોકો સુધી પહોંચે છે પ.ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય આર્થિક સામાજિક વિકાસ માટે સ્વંયમ સેવક દિન તરીકે ઉજવાય છે વિશ્વભર સામાજિક વિકાસ માટે સ્વૈચ્છિક સંસ્થા ના કર્મવિરો નો ખુબ મોટું યોગદાન રહ્યું છે ગ્રામ ઉત્થાન થી લઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સુધી અનેકો મુહિમ ના નમૂના રૂપ પરિણામ સારા આવ્યા છે વન પર્યાવરણ આરોગ્ય શિક્ષણ જનજાગૃતિ શિબિરો માર્ગદર્શન સેમિનારો હુન્નર કૌશલ્ય જીવન શિક્ષણ જીવદયા જળસંસાધન રક્તદાન ભૂખ્યા ને ભોજન સહિત અસંખ્ય મુહિમો ના પાયા માં કામ કરતા લાખો સ્વંયમ સેવી સંગઠનો કર્મવીર સ્વંયમ સેવકો એ માન પદ પ્રતિષ્ઠા શિલ્ડ સન્માન ની કોઈ અપેક્ષા વગર સેવા ની ધૂણી ધખાવી ને બેઠેલા સજ્જન સન્નારી સંસ્થા ના જીવન અંજલિ થાજો ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું જળ થાજો દિન દુખિયા ના આંસુ લ્હો તો અંતર કદી ન ધરજો સ્વંયમ સેવી ઓના જીવન અંજલિ થાજો શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા મળે શુભ થાવો આ સકલ વિશ્વ નું એવી ભાવના નિત્ય રહે નિસ્વાર્થ સેવા વૃત્તિ ને બિરદાવવા નો અનેરો અવસર એટલે આંતરરાષ્ટ્રીય સ્વંયમ સેવક દીને સ્વંયમ શિસ્ત અનુશાશન ના આગ્રહી સ્વંયમ સેવી ઓને શતશત મનવંદન 

Follow Me:

Related Posts