અમરેલી જિલ્લામાં કોરોના વધુ 22 કેસ, 2 કોરોના દર્દીઓના મૃત્યુ : કુલ 3235 પોઝિટિવ કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં બે કોરોના દર્દીઓના કરુણ મૃત્યુ. તંત્રની કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયત્નો છતાં પોઝિટિવ કેસોમાં થઈ રહેલો સતત વધારો. આજે 22 પોઝિટિવ કેસ નોંધાયા સામે 18 કેસો ડિસ્ચાર્જ.
અમરેલી જિલ્લામાં આજે બે કોરોના દર્દીઓના કરુણ મોત થયા છે. અમરેલીના મણીનગરના 65 વર્ષીય કોરોના પુરુષ દર્દીનું તેમજ ધારીના 80 વર્ષીય કોરોના વૃદ્ધ દર્દીનું કરુણ મોત નીપજ્યું છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાં પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહયો છે. તંત્ર દ્વારા સતત સંક્રમણ અટકાવવાના પ્રયાસને લોકો મદદ રૂપ થાય. અત્યારે માસ્ક જ એક માત્ર વેકસીન હોવાથી લોકોએ માસ્ક ફરજીયાત પહેરી અને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરી પોતાનું અને પરિવારનું જીવન સુરક્ષિત રાખે. આજ તા. 5 ડિસેમ્બરના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લામાં વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 172 દર્દીઓ છે. આજે 18 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 37 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 3235 પર પહોંચી છે.
Recent Comments