fbpx
અમરેલી

સાવરકુંડલાની કિસાન પુત્રી માધુરીએ દિલ્‍હીથી બાઈક ઉપર ચારધામની યાત્રા પૂર્ણ કરી

8 દેશોનો પ્રવાસ કરી ચુકેલી યુવતીની મર્દોવાલી બાત આગામી દિવસોમાં બાઈક ઉપર વિદેશ પણ જશે સાવરકુંડલાનાં એક ખેડૂતની દીકરી એવી માધુરી જીયાણીએ તાજેતરમાં સાવરકુંડલાથી દિલ્‍હી ગયા બાદ માત્ર બાઈક ઉપર ચારધામની યાત્રા કરી હતી. સામાન્‍ય રીતે મહિલા હોવું અને એકલા આવી યાત્રા કરવી એ એક પડકારરૂપ બાબત માનવામાં આવે છે. ત્‍યારે માધુરીએકરેલી યાત્રાએ

સમગ્ર અમરેલી જિલ્‍લા માટે ગૌરવરૂપ બની છે. તેમના પિતાજી કનુભાઈ અને માતા મંજુલાબેનને આ માટે શુભેચ્‍છાઓ પ્રાપ્‍ત થઈ રહી છે. સ્‍વભાવથી જ સાહસિક એવી માધુરી અત્‍યાર સુધીમાં મલેશિયા, સિંગાપુર, દુબઈ, થાઈલેન્‍ડ, ફિનલેન્‍ડ, ઈંગ્‍લેન્‍ડ, આફ્રિકા, ઓસ્‍ટ્રેલીયા, ઈન્‍ડોનેશીયા સહિતનાં દેશોનો પ્રવાસ કરી ચુકી છે. માધુરીએ કહૃાું કે, ઋષિકેશ, કેદારનાથ સહિતનાં સ્‍થળોની મોટર સાયકલ પરની યાત્રા ભારે રોમાંચક રહી હતી. દિવાળીની રાતે હું કેદારનાથ હતી અને ત્‍યાં જયોતના દર્શન કર્યા હતા. આ અનુભવ આઘ્‍યાત્‍મિક અનુભૂતિઓથી ભરપૂર રહૃાો હતો. આગામી દિવસોમાં હું વિદેશમાં પણ યાત્રા કરીશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/