fbpx
અમરેલી

ઇશ્વરિયા નજીક કાર ચાલકે કંડકટરને હડફેટે લેતા ઇજા, બસના ટાયરમાં અવાજ આવતાે હાેય નીચે ઉતરી જાેતા હતાં

અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામ નજીક કાેડીનાર રૂટની બસના કંડકટર બસના ટાયરમા કંઇક અવાજ આવતો હાેય નીચે ઉતરી તપાસ કરતા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લઇ ઇજા પહાેંચાડી હતી. જેને પગલે તેણે કાર ચાલક સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

કાેડીનાર રૂટની એસટી બસના કંડકટર પ્રકાશભાઇ પરશાેતમભાઇ ગાેહેલે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે કાેડીનાર રૂટની બસ લઇને આવી રહ્યાં હતા. આ દરમિયાન ઇશ્વરીયા નજીક બસના ટાયરમા કંઇક અવાજ આવતાે હાેય તેઓ તપાસ કરવા નીચે ઉતર્યા હતા. અા દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવી તેને સાથે અથડાવી ઇજા પહાેંચાડી નાસી ગયાે હતાે. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ કે.એ.સાંખટ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

Follow Me:

Related Posts