દામનગર ના નારાયણનગર ખાતે ગંભીર અકસ્માત માં ૧૩ વર્ષય તરુણ સાયકલ ચાલક જય નું મોત
દામનગર ના નારાયણ નગર ખાતે સર્જાયો ગંભીર અકસ્માતબાળક નું ધટના સ્થળે જ મોતદામનગર તાબેના નારાયણ નગર ખાતે બપોરનાં સમયે GTS 7891 નંબર નાં ટ્રક દ્રારા એક બાળક ને હડફેટે લેતા માથાં નાં ભાગે ગંભીર ઇજા થઇ હતી ત્યારે ઢસા ૧૦૮ ટીમ ધટના સ્થળે પહોંચી બાળક ને તાત્કાલિક સારવાર અર્થે દામનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલ ખાતે બાળક નું મોત નિપજ્યું હતું
દામનગર પોલીસ દ્રારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ફરીયાદી ગોબરભાઇ દેવશીભાઇ લુણી દ્રારા પોલીસ સ્ટેશન માં જણાવ્યા મુજબ દામનગર તાબેના નારાયણ નગર ખાતે જલાલુપર રોડ દળવાની ઘંટી નજીકતેમના ભાઈ નો છોકરો સાઈકલ લઈને જતો હતો ત્યારે ટ્રક નંબર GTS 7891 ના ડ્રાઈવર દ્રારા પુર ઝડપે અને અને બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી મારાં કુટુંબી ભત્રીજા ના દીકરા જય ઉ.વ ૧૩ ની સાથે ભટકાવી માથાં નાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં અમે ઢસા ૧૦૮ ને બોલાવી દામનગર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં બાળકને ડોક્ટર દ્વારા મુત્યુ થયા નું જાણ કરવામાં આવી હતી
Recent Comments