fbpx
અમરેલી

સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં સાત વર્ષ થી જુના ખરાબ હાલતમાં રોડ રસ્તા બનાવવા માટે રૂ. ૩૫ કરોડના જોબ નંબર ફાળવવા નીતિનભાઈ પટેલને રજુઆત કરતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નાગરીકો દ્વારા ધારાસભ્ય ને તેઓના ગામમાં ઉપસ્થિત થયેલ પ્રશ્ન અંગે રજૂઆત કરતા હોય છે, જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં હોય અને રાહદારીઓને વાહન ચાલકોને ઘણીજ મુશ્કેલીઓ પડી રહેલ હોય જે અંગે ધારાસભ્ય ને આ અંગેની રજૂઆત મળતાજ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના મતવિસ્તાર નાં ગામડાઓમાં જે ૭ વર્ષ અને ૧૦ વર્ષ થી વધુ સમયથી રોડ અતિ બિસ્માર હાલતમાં હોય જેમને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે માન. નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ ને રજૂઆત સાથે દરખાસ્ત કરવામાં આવેલ છે જેમાં સાવરકુંડલા તાલુકાના ગામો ૧.ભેંકરા – નાની વડાળ ભોંકરવા રોડ, ૨.વિજપડી ડેડકડી રોડ, ૩.ભેંકરા – લીખાળા રોડ, ૪.કેદારીયા એપ્રોચ રોડ, ૫.છાપરી એપ્રોચ રોડ, ૬.જાંબુડા હાડીડા રોડ, ૭.દેત્રડ એપ્રોચ રોડ, ૮.ગાધકડા સ્ટે.  લુવારા રોડ,  ૯.લીખાળા નાનીવડાળ રોડ, ૧૦.વિજયાનગર ગાધકડા રોડ, ૧૧.ઘાંડલા વણોટ રોડ ,૧૨.ગોરડકા દોલતી રોડ , ૧૩.દાધીયા વણોટ રોડ, ૧૪.આંબરડી અપ્રોચ રોડ, ૧૫.અભરામપરા એપ્રોચ રોડ, ૧૬.ગોરડકા મેરીયાણા રોડ, ૧૭.કરજાળા એપ્રોચ રોડ,૧૮.આદસંગ એપ્રોચ રોડ, ૧૯.નેસડી-કરજળા રોડ,૨૦.બાઢડા-વિજયાનગર રોડ, ૨૧.બાઢડા-અભરામપરા રોડ, ૨૨.સાવરકુંડલા-બોઘરિયાણી-ખોડીયારપરા રોડ, ૨૩.ધાર-પિયવા રોડ, ૨૪.શેલના-ફિફાદ-લુવારા રોડ,૨૫.ધોબા – મોટા ભમોદ્રા,૨૬.વંડા- વાશીયાલી રોડ, ૨૭.પીઠવડી-ધાર-કેરાળા રોડ અને૨૮.મોલડી-ધાર રોડ અને લીલીયા તાલુકાના ૧. સનાળિયા- બોડીયા-હાથીગઢ, ૨. પુતળીયા- એપ્રોચ, ૩. કુતાણા એપ્રોચ, ૪. ગુંદરણ- પાંચતલાવડા, ૫ ખારા- કુતાણા- ભોરીંગડા, ૬. ઢાંગલા એપ્રોચ  ૭. ભેસાણ એપ્રોચ, ૮. પુતલીયા- મોટા કણકોટ, ૯. હાથીગઢ- ઢાંગલા અને ૧૦. અંટાળીયા- સાજણટીંબા- હરીપર                                                                           

      જે રોડ રસ્તાઓ બિસ્માર અને અતિ બિસ્માર  હાલતમાં હોય, આ તમામ રોડ ને તાત્કાલિક ધોરણે રીસર્ફેન્સિંગ કરવા માટે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ કાર્યપાલક ઈજનેરે માર્ગ અને મકાન વિભાગ પંચાયત ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે અને આ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના રોડ રસ્તાઓની તાત્કાલિક ધોરણે ઘટિત કાર્યવાહી થવા જણાવેલ છે, આમ સાવરકુંડલા –લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કેરલ છે અને આ રોડોના તત્કાલ જોબ નંબર ફાળવવા વિનંતી લેખિત રજુઆત કરી.

Follow Me:

Related Posts