fbpx
અમરેલી

અમરેલી, કુંકાવાવ પંથકમાં 30 માર્ગો અતિ બિસ્‍માર : પરેશ ધાનાણી

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રિકાર્પેટ કરવાની માંગ કરી અમરેલી, કુંકાવાવ પંથકમાં 30 માર્ગો અતિ બિસ્‍માર પંચાયત હસ્‍તકનાં માર્ગોની છેલ્‍લા 7 વર્ષથી મરામત કરવામાં આવી નથી મોડેલ રાજય ગણાતા ગુજરાતમાં ગ્રામ્‍ય વિસ્‍તારનાં માર્ગો અતિ ભયજનક બન્‍યા એક તરફ ગુજરાત રાજયને સમગ્ર દેશમાં મોડેલ રાજય તરીકે પ્રસ્‍થાપિત કરવામાં આવ્‍યું છે તો બીજી તરફ ગુજરાતનાં ગ્રામ્‍ય માર્ગો અતિ ભયજનક હાલતમાં જોવા મળી રહૃાા છે. જેમાં અમરેલી વિધાનસભા વિસ્‍તારમાં 30થી વધુ માર્ગો અતિ બિસ્‍માર બન્‍યા હોવા અંગે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ માર્ગ-મકાન મંત્રીને જણાવેલ છે. તેઓએ પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લા પંચાયત હસ્‍તકનાં 3ર માર્ગો 7 વર્ષથી રિકાર્પેટ માટે રાહ જોઈ રહૃાા હોય તે માટે રૂપિયા ર0 કરોડની ફાળવણી કરવા માંગ કરેલ છે. વડેરા-નાના ભંડારીયા, કેરિયાચાડ એપ્રોચ રોડ, ખાખરીયા-ખડખડ-સાણથલી રોડ, ઉજળા-સનાળી, મોટા ભંડારીયા-સણોસરા, બાબાપુર એપ્રોચ, મોટા માચીયાળા એપ્રોચ, શેડુભાઈ-હરિપુરા, સણોસરા-બરવાળા બાવીશી, મોટા માચીયાળા-શેડુભાર, લાખાપાદર-બાંભણીયા, ચિતલ લાતી બજાર રોડ, રાંઢીયા-કાઠમા, મોટાગોખરવાળા-સોનારીયા, તરવડા-સરંભડા, વાવડી-તાલાળી સહિતનાં 3ર માર્ગોની મરામત અતિ જરૂરી હોવાનું જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/