fbpx
અમરેલી

અમરેલી સહિત 3 જિલ્‍લાનાં એવોર્ડ વિજેતા શિક્ષકોનો સ્‍નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભાવનગર મુકામે પૂ. સીતારામબાપુના આશ્રમ ખાતે ભાગવનગર, બોટાદ અને અમરેલી જિલ્‍લાનાં રાજય અનેરાષ્‍ટ્રીય એવોર્ડ મેળવનાર શિક્ષકોનો કોરોનાકાળ ઓછો થતાં કોવિડની સરકારી ગાઈડલાઈન ને ચુસ્‍ત અમલવારી સાથે યોજાયો કાર્યક્રમ. જેમાં રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડ અને કથાકાર પૂ. સીતારામબાપુનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો જેમાં કાર્યક્રમનો હેતુ તથા સ્‍વાગત રાજયના ઉપપ્રમુખ રામસંગભાઈ સોલંકીએ કરેલ. રાજયનાં પ્રમુખ અને આજીવન શિક્ષકનાં પ્રશ્‍નો માટે લડનાર માનસિંગભાઈ ચૌધરીએ એવોર્ડના પ્રશ્‍નોની રજૂઆતોની જાણકારી આપેલ. જીસીઆરટી ગાંધીનગરના નિવૃત ડાયરેકટર ડો. નલીનભાઈ પંડીતે સમાજના પ્રશ્‍નો માટે રજૂઆત કરતા રહેવા જણાવેલ. ભાવનગર આચાર્ય સંઘના પ્રમુખ અને એવોર્ડી પરેશભાઈ ત્રિવેદી શ્રેષ્ઠ કિક્ષક તરીકેની આપણી ભૂમિકાની જાણકારી આપેલ. 30 રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડી શિક્ષકો હાજર રહી પોતે પોતાની શાળામાં અને સમાજમાં કેવી રીતે કાર્ય કરે છે તે જણાવેલ. અમરેલી જિલ્‍લાનાં રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડી આઈ.પી. બારડ તથા આર.વી. વિસાવળીયા તથા ઉદયભાઈ દેસાઈએ હાજરી આપી. આ કાર્યક્રમની પહેલ કરનાર પરેશભાઈ ત્રિવેદી તથા વિઠલભાઈ સવાણીને મોમેન્‍ટો અર્પણ કરી પ્રોત્‍સાહિત કરેલ તેમજ પ્રમુખ માનસિંગભાઈ ચૌધરી તથા કાર્યક્રમના પ્રમુખ સીતારામબાપુને પણ મોમેન્‍ટો અર્પણ કરેલ. આ કાર્યક્રમથી શ્રેષ્ઠ શિક્ષકનું જીવન શ્રેષ્ઠ હોવું જોઈએ. શ્રેષ્ઠશિક્ષકની ગરીમા જળવાઈ રહેવી જોઈએ. સમાજ અને વિદ્યાર્થીની સેવા કરવી, શિક્ષણમાં એનસીસી તથા સ્‍કાઉટ ગાઈડના શિક્ષણની ખૂબ જ જરૂરી છે. શાળા સમાજનો નાતો તૂટી જવાથી શિક્ષણ નબળુ પડયું છે. શાળામાં પ્રાર્થના જરૂરી છે જેનાથી પ્રસન્‍તા મળે છે.     બાળકનો ભગવાન શિક્ષક છે. બાળકને શેષમાંથી વિશેષ બનાવે તે શિક્ષક અને વિસર્જનમાંથી સર્જન કરનાર શિક્ષક છે. શિક્ષક શિક્ષણ આપે તે માટે બાળકને કેન્‍દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરે છે. પંખી ટહુકે છે એટલે વૃધત્‍વ નથી વૃક્ષ અને શિક્ષક સ્‍થિર રહી ગતિ કરે છે. આવા વિચારો સાથે હવેની મીટીંગમાં એક નવા જિલ્‍લાની સાથે અમરેલીમાં યોજાશે તેમ આઈ.પી. બારડે જણાવેલ. કાર્યક્રમની આભારવિધિ કિન્‍નરીબેન પંડયાએ કરેલ. કાર્યક્રમનું સફળ સંચાલન વિઠલભાઈ વસાણીએ કરેલ. બોટાદ જિલ્‍લામાંથી ઢસાના એવોર્ડી હેરમા તથા બોટામાંથી જી.બી. મકવાણા પોતાના એવોર્ડ શિક્ષકો સાથે હાજરી આપેલ. તેમ રાજય અને રાષ્‍ટ્રીય એવોર્ડીના ઉપપ્રમુખ આઈ.પી. બારડની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/