fbpx
અમરેલી

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપાંતર કરી અદ્યતન બગીચાનું નવનિર્માણ તેમજ વૃક્ષનું રોપાણ કાર્ય યજ્ઞ દ્વારા ચાલુ કર્યું

યાત્રાધામ ભુરખીયા ગામ ખાતે જુનાં સ્મશાનને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રૂપાંતર કરી અદ્યતન બગીચાનું નવનિર્માણ તેમજ નવાં સ્મશાનભૂમિનુ ૧૨૦૦ વૃક્ષનું રોપાણ કરી અદ્યતન નવનિર્માણ થઈ રહ્યું છે જેનુ તા.૧૭-૧૨-૨૦ નાં રોજ યજ્ઞનું આયોજન કરી કાયૅરત કરવામાં આવ્યું.      ભુરખીયા યાત્રાધામ વિકાસ બોર્ડ નિગમ દ્વારા ભુરખીયા હનુમાનજી મંદિરને નવા રંગરૂપ સાથે વિકાસના ગતિશીલ કાયૅના ભાગરૂપે હાલમાં યાત્રાળુઓની સુવિધા ઉપલબ્ધ કરવા જુનાં સ્મશાન ગૃહના નવા બગીચાનું નવનિર્માણ ઝડપભેર ચાલી રહ્યું છે.           ભુરખીયા મંદિર ચેરીટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી દુષ્યંભાઈ તરફથી નવા સ્મશાનને લોકો જોઈને ખુશ થાય તેવાં પ્રયાસોથી ટ્રસ્ટી મંડળ અને ગામના આગેવાનો પણ સાથ સહકારથી જોડાયા છે.હાલમા ૧૨૦૦ વૃક્ષનુજતન અને બાંધકામ  કરવા સાથે  ૫ (પાંચ )લાખથી ઉપર ખર્ચ  ચેરીટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.       આગામી દિવસોમાં બળતણ રાખવા માટે અને પ્રાથૅના હોલનુ પણ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.તેમજ તમામ ધમૅના દેવિદેવતાઓની મુતિૅઓનુ સ્થાપન કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમ મંદિરના મેનેજર દેવજીભાઈ સિંધવ તરફથી પ્રયાસ કરી રહ્યા છે.લાઠી બાબરાના કાયૅશીલ ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુમ્મરની ગ્રાન્ટમાથી બાકડાનુ યોગદાન પ્રાપ્ત થયેલ છે.અને પ્રાથૅના હોલના નિર્માણ માટે પણ અનુદાન આપવાની ઓફર કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts