fbpx
અમરેલી

અમરેલીના ચલાલા ખાતે પુરુષ/મહિલા શૌચાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય જે.વી.કાકડીયા

ચલાલા નગરપાલિકામાં જ્યારથી નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે સત્તા સાંભળ્યા બાદ, ચલાલા ની આમ જનતા માટે સતત વિકાસના દ્વાર ખોલી નાખ્યા છે. અત્યાર સુધીમાં ચલાલા માં ક્યારેય વિકાસ થયો નથી એવો વિકાસ અત્યારે જોવા મળી રહ્યો છે. ચલાલાની આમ જનતાની  વધુ સગવડતા મળી રહે તે અર્થે ચલાલા નગરપાલિકા દ્વારા અમરેલી રોડ પર ભીમનાથ મંદિર ની બાજુમાં  દાનેવ ભજીયા હાઉસ ની સામે અને જુના બસ ટેન્ડ પાસે  સુવિધા યુક્ત શૌચાલય બનાવવા મા આવેલ છે. આ નવા બનાવેલ પુરુષ/  મહિલા શૌચાલય આમ જનતા માટે ધારાસભ્ય જે.વી.કાકડીયાના વરદ હસ્તે આજે તા.17 ગુરુવાર સવારે 9 કલાકે ભીમનાથ મંદિરની બાજુમાં, દાનેવ ભજીયા સામે ખુલ્લા મુકી લોકાર્પણ કરવામા આવ્યુ હતું. આ ઉદ્ઘાટન કાયઁક્રમમા ધારાસભ્ય જે.વી.કાકડીયા ઉપરાંત ચલાલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકા સદસ્યો, પાલિકાના પદાધિકારીઓ, શહેર ભાજપના આગેવાનો, મોરચા ના હોદેદારો તેમજ ભાજપ ના કાર્યકરો સહીત  શહેરીજનો ઉપસ્થીત રહ્યા હતા.Attachments area

Follow Me:

Related Posts