fbpx
અમરેલી

મોદી સરકારમાં થોડીઘણી નૈતિકતા વધી હોય તો કૃષિના ત્રણ કાળા કાયદા પરત ખેચેં : તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

પ્રવર્તમાન સમયમાં સમગ્ર ભારત દેશમાં જગતના તાત અને
અન્‍નદાતા એવા ખેડુતોની હાલત ખુબ જ કફોડી બની ગઈ છે, ત્‍યારે
કેન્‍દ્રની ખેડુત વિરોધી મોદી સરકારે કૃષિના ત્રણ કાળા કાયદા
લાવીને ખેડુતોને પાયમાલ તથા મજુર બનાવવા માટેની મોદી
સરકારની મેલીમુરાદને ભારત દેશનો ખેડુત પારખી ગયો છે, જેથી
કરીને આ ખેડુત વિરોધી મોદી સરકાર સામે પોતાની ખેતી
બચાવવા માટે છેલ્લા ૨૮ દિવસથી રાજધાની દિલ્લીને ઘેરીને રોડ
ઉપર આંદોલન ચલાવી રહયા છે, આ આંદોલનમાં પંજાબ અને
હરીયાણાના ખેડુતો દ્રારા મકકમતાથી મોદી સરકાર સામે લડી
રહયા છે. જો આ કાળા કાયદા પરંત ખેંચવામાં નહી આવે તો
આવનાર સમયમાં ખેડુતો જમીન વિહોણા થઈ જશે. ખેડુતોની
ખેતપેદાશને ઉદ્યોગપતિઓ સસ્‍તા ભાવે ખરીદીને સંગ્રહખોરી
કરશે.અને બાદમાં મસમોટા ભાવ લઈને ઉદ્યોગપતિઓ દેશની આમ
જનતાને લુટશે તથા નાના વેપારીઓ પણ પાયમાલ બની જાશે,
કમનસીબી એ છે કે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, અને ખેડુતોની
હાલત દયનીય છે આજે ખેતી પ્રધાન દેશમાં ખેડુતોને પોતાના
ખેતર બચાવવા માટે હકકનીલડાઈ લડવા માટે છેલ્લા ર8 દિવસથી રોડ
ઉપર આંદોલન ચલાવવું પડે છે અને ર9 ખેડુતોની આ આંદોલનમાં
આહુતિ લેવાય ગઈ છે. જો મોદી સરકારમાં થોડીઘણી નૈતિકતા બચી
હોય તો તત્‍કાલ ખેડુતોની માંગ સ્‍વીકારીને આ કાળા કાયદા પરંત
ખેચવાની માંગ અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ
કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/