fbpx
અમરેલી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી

કોંગ્રેસ પક્ષ દ્વારા બિલની હોળી કરવામાં આવી કેન્‍દ્ર સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને દેશને બરબાદ કરી રહી છે આવતીકાલે ‘ખેતી બચાવો, ખેડૂત બચાવો’ સંવાદ યોજાશે કેન્‍દ્ર સરકારના ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં સમગ્ર રાજયમાં કોંગ્રેસપક્ષ દ્વારા તાલુકા મથકે બીલની હોળીના કાર્યક્રમમાં ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઈ. મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 6ર કરોડ અને ગુજરાતના લાખો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્‍પદ ષડયંત્ર રચ્‍યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રની મોદી સરકાર ત્રણ વિવિધ કૃષિ કાયદાઓ લાવીને ખેડુત, ખેતી અને ભારતને બરબાદકરી રહી છે. ખેડે તેની જમીનના કાયદાથી કોંગ્રેસપક્ષે ખેડૂતોને જમીનના માલીક બનાવ્‍યા. આઠ કિ.મી.નો કાયદો લાવીને ખેડૂત અને ખેતીની જમીન બચાવી ત્‍યારે મોદી સરકાર દેશમાં ખેડૂતો જે જમીનના માલીક હતા તેમને ફરી ગુલામ બનાવવા આ કાયદા લાવીને ઉદ્યોગપતિઓને ખેતીની જમીન લુંટવા દેવાના પરવાના આપી રહી છે. મહામારીની આડમાં ખેડૂતોની આપત્તિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્‍પદ સાજિશને અન્નદાતા ખેડૂતો અને ખેતમજદુરો કયારેય ભૂલશે નહીં. ર014ની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનાર મોદી સરકારનાશાસનના છ વર્ષમાં ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનાના નામે વીમા કંપનીઓને લુંટવાના પરવાના આપ્‍યા છે. કેન્‍દ્રમાં મોદી સરકાર સત્તા આવતા જ ભુમી અધીગ્રહણ સુધારા બીલ લાવવામાં આવ્‍યું, જી.એસ.ટી. બીલના કારણે વેપાર-ધંધા તથા વેપારીની હાલત બગડી ગઈ છે. કેન્‍દ્રની મોદી સરકાર સંસદમાં રજુ કરેલ ખરડાને બદલે બહાર જુદી વાત કરે છે. નવા કૃષી બીલમાં એમ.એસ.પી.નો ઉલ્લેખ જ નથી. સરકાર ખેડુતોને ભ્રમીત કરવાનો પ્રયાસ કરે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષી બીલ દેશનો કાળો કાયદો છે. ખેડુતો અને ખેતી બરબાદ થશે. દેશના ખેડુતો અનેમજદુરો રસ્‍તા પર છે. જેઓ આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. પણ સત્તાના અહંકારમાં મોદી સરકાર ખેતી અને રોજીરોટી છીનવી લઈ ખેતીને મુઠ્ઠીભર પુંજીપતીઓને હવાલે કરી રહી છે.

Follow Me:

Related Posts