fbpx
અમરેલી

અમરેલીની પાંજરાપોળ ગૌશાળામાં ચતુર્ભુજ કાર્યક્રમ સંપન્‍ન થયો

પાંજરાપોળ ગૌશાળા અમરેલીના પરિસરમાં ચતુર્ભુજ કાર્યક્રમ કૌશિકભાઈ વેકરીયા, જે.વી. સંઘરાજકા તથા ડો. હિમ પરીખની ઉપસ્‍થિતિમાં કોરોનાની મહામારીને ઘ્‍યાનમાં રાખી નિયમ મુજબ યોજાઈ ગયો.

સંસ્‍થાના મંત્રી દિલીપભાઈ પરીખે પ્રારંભમાં સંસ્‍થાયત નિવેદન, ગૌશાળાની પરિસ્‍થિતિ અને શાબ્‍દીક રીતે મહેમાનોનું સ્‍વાગત વિધિ બાદ દીપ પ્રાગટય અને પછી મહેમાનોનું પુષ્‍પગુચ્‍છ અને મોમેન્‍ટ (ગાય) દ્વારા મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું.

પ્રાસંગિક પ્રવચનમાં જે.વી. સંઘરાજકાએ જણાવ્‍યું કે, ગૌમાતા એ સંસ્‍કૃતિ છે- માતા છે. જે લોકો સંસ્‍કૃતિ અને માતાનું રક્ષણ કરે છે તે રાષ્‍ટ્ર જ પોતાનું અસ્‍તિત્‍વ ટકાવી શકે છે. તો આજે આપણે બધાએ આપણી સંસ્‍કૃતિને સાચવવામાં આપણું સર્વસ્‍વ દાવ પર લગાવી દીધું જોઈએ અને આપણું અને આપણી ભાવી પેઢીનું અસ્‍તિત્‍વ ટકાવવું જોઈએ. ત્‍યાર બાદ કૌશિકભાઈ વેકરીયાએ પોતાના ઉદબોધનમાં ગૌમાતા અસ્‍તિત્‍વ અને રક્ષણની વાત કરી અને પોતાનાથી બનતી તમામ મદદ ગૌસેવામાં આપવાની હૈયાધારણા આપી હતી અને ગૌસેવામાં પોતાની સેવાની પુષ્‍પ પાંદડી સ્‍વરૂપે 11 હજારની દેણગી આપેલ હતી. આ ઉપરાંત સિવિલમાં કોરોના પીડિતોની અડીખમ સેવા આપતા ડો. હિમ પરીખે પણ ગૌસેવામાં પોતાની સેવાનીપુષ્‍પ પાંદડી સ્‍વરૂપે પ હજારની દેણગી આપેલ હતી.

કેન્‍સરગ્રસ્‍ત, બીમાર, ઓપરેશનની જરૂરિયાતમંદ પશુઓ માટે એક ઓપરેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્‍પનું સૌજન્‍ય અમરેલીના વતની અને હાલ અમદાવાદ સ્‍થિત લોટસ પ્રા.લિ.ના પંકજભાઈ મહેતાના સૌજન્‍યથી સંપન્‍ન થયેલ હતું. જેમાં સંસ્‍થાના 10 જેટલા પશુઓની વિવિધ પ્રકારની સર્જરી કરવામાં આવી હતી. આ કેમ્‍પમાં અમરેલીના પશુ દવાખાનાના ડો. તરકેશા, ડો. કુબાવત તથા ડો. ચિરાગભાઈ અને સમગ્ર દવાખાના સ્‍ટાફની સેવાનો લાભ મળેલ હતો.

અમરેલીના સાવરકુંડલા રોડ સ્‍થિત નારણગીરી બાપુ અને સીતારામ બાપુના સેવક ભાઈઓ તથા લોટસ પ્રા.લિ.ના પંકજભાઈ મહેતાના સુપુત્રી બેન જૈનીના જન્‍મ દિવસ નિમિતે ગૌમાતાને મિષ્‍ટ ભોજન લાપસી આપવાનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

આગામી 14 જાન્‍યુઆરીની મકરસંક્રાંતિ નિમિતે દર વર્ષ માફક શહેરના વિવિધ વિસ્‍તારોમાં દાન, ભેટ માટે મંડપ રાખવાનું આયોજન થાય છે તેના અનુસંધાનમાં એક મિટીંગનું આયોજન કરેલ હતું. સંસ્‍થાના ટ્રસ્‍ટી જે.વી. સંઘરાજકા, મુકુંદભાઈ મહેતા, દિલીપભાઈ પરીખ, મુકુંદભાઈ ગઢીયા અને વસંતભાઈ પોકળ સહિત અમરેલીના અગ્રણી વેપારીઓ, સેવાભાવીઓ, ગૌસેવકો, શુભેચ્‍છકોની વિશેષ ઉપસ્‍થિતિમાં યોજાઈ ગઈ.

આ મિટીંગમાંઅપાહીજ, બિન ઉપજાવ, વસુકી ગયેલ અને ખાસ કતલખાને જતી અટકાવેલા ગૌવંશોની દેખરેખ રાખતી સંસ્‍થાની આર્થિક સ્‍થિતિ અને સંસ્‍થાની જરૂરિયાતને ઘ્‍યાનમાં રાખી નગરજનોને ઉદાર હાથે દાન-ભેટ આપવા અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

Follow Me:

Related Posts