અમરેલીમાં રેતી ભરેલ ડમ્પરના ચાલકે પાેલીસની બાેલેરો સાથે ટક્કર મારી
છરી વડે ઝપાઝપી કરતા પીએસઆઇ અને કાેન્સ્ટેબલને પણ ઇજા પહાેંચી અમરેલી પાેલીસ સાવરકુંડલાથી અમરેલી લાઠી રાેડ બાયપાસ તરફ બાેલેરાે વાહનમા જઇ રહી હતી ત્યારે અહીથી પસાર થતા અેક ડમ્પરના ચાલકે બાેલેરાે સાથે બે વખત ટક્કર મારી હતી. બાદમા અા શખ્સે છરી વડે ઝપાઝપી કરતા પીઅેસઅાઇ અને કાેન્સ્ટેબલને ઇજા પહાેંચી હતી. જાે કે ઘટનાને પગલે અેલસીબી પાેલીસ અહી દાેડી ગઇ હતી અને અા શખ્સની ધરપકડ કરી હતી. પાેલીસની ગાડી સાથે ડમ્પર ચાલકે ટક્કર માર્યાની અા ઘટના અમરેલીમા બની હતી. અેસઅાેજી પાેલીસના પીઅેસઅાઇ અેમ.અે.માેરીઅે તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે તેઅાે સરકારી બાેલેરાે વાહન નંબર જીજે 14 જીઅે 1300 લઇ સ્ટાફ સાથે સાવરકુંડલાથી અમરેલી લાઠી રાેડ બાયપાસ તરફ જતા હતા ત્યારે સવારના અગિયારેક વાગ્યે અહીના સંગમ કાેમ્પલેક્ષ નજીક ગાડી પહાેંચતા પાછળથી ડમ્પરના ચાલકે બાેલેરાે વાહનને બે વખત ટક્કર મારી હતી.બાદમા બાેલેરાે વાહનમાથી ઉતરી પાેલીસે ડમ્પર ચાલકની પુછપરછ કરતા અા શખ્સ વાંકીયાનાે મહિપત દિલુ વાળા હાેવાનુ જણાવ્યું હતુ. જાે કે અા શખ્સ હિસ્ટ્રીશીટર હાેય અને તેની સામે અનેક ગુનાઅાે પણ પાેલીસ ચાેપડે નાેંધાયા હતા. અા શખ્સ છરી બતાવી ઝપાઝપી કરવા લાગતા પીઅેસઅાઇ તેમજ કાેન્સ્ટેબલને પણ ઇજા પહાેંચી હતી. ઘટનાને પગલે અેલસીબી પાેલીસ અહી દાેડી અાવી હતી અને મહિપતની ધરપકડ કરી હતી.
Recent Comments