fbpx
અમરેલી

ભાવનગર-રાજુલા-વેરાવળ માર્ગનું કામ કયારે પૂર્ણ થશે ?

નેશનલ હાઈવે ઓથોરીટીની ગતિથી હવે તો ગોકળગાય પણ લાજ કાઢી રહી છે રાજુલાનાં દાતરડીનાં ગામજનોએ ધૂળની ડમરીઓથી ત્રાહીમામ થઈ ચકકાજામ કર્યો સત્તા પક્ષનાં આગેવાનો લાજ કાઢીને બેઠા હોય હવે નાગરિકોને આંદોલન કરવાની ફરજ પડી ગામજનોએ એક કલાક સુધી ચકકાજામ કરતાં બન્‍ને બાજુ વાહનોની કતાર લાગી ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ફોરલેનનું કામ છેલ્‍લા પાંચ વર્ષથી વધુ સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહૃાું છે. જેમાં તળાજાથી રાજુલા સુધીનો ફોરલેનનું 30 ટકા જેટલું પણ કામ પૂર્ણ થયું નથી. જે એજન્‍સીને કામ આપ્‍યું હતું તેની સામે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઘ્‍વારા કાર્યવાહી કરતાં છેલ્‍લા ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ટલ્‍લે ચડયું છે. બીજી તરફ જુનો નેશનલ હાઈવે અતિ બિસ્‍માર હાલતમાં છે દરરોજ અતિશય ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે વાહનચાલકો અને આસપાસનાં ખેડૂતો, ગ્રામજનો સહિતના લોકો હેરાન થઈ રહૃાા છે. તંત્ર ઘ્‍વારા આ જુના નેશનલ હાઈવેનું યોગ્‍ય સમારકામ પણ કરવામાં આવતું નથી તેના કારણે ઉબડખાબડ રસ્‍તાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે છતાં પણ તંત્ર અને સરકારનાં પેટનું પાણી હલતું નથી. આ ઉડતી ધૂળની ડમરીઓનાં કારણેરાજુલા તાલુકાના દાતરડી ગામના લોકો ઘ્‍વારા નેશનલ હાઈવે રોડ ચકકાજામ કર્યો હતો અને ત્‍યારે નેશનલ હાઈવે ઓથોરિટીનાં અધિકારીઓ ઘ્‍વારા હાઈવે રિપેરીંગ કરવા માટે બાંહેધરી આપી હતું. પરંતુ બે મહિના વીતી જવા છતાં પણ તંત્ર ઘ્‍વારા દાતરડી ગામમાંથી પસાર થતાં નેશનલ હાઈવેનું યોગ્‍ય સમારકામ કરવામાં ન આવતાં રોષે ભરાયેલા ગ્રામજનો ઘ્‍વારા ફરી ચકકાજામ કર્યો હતો. એક કલાક સુધી ચકકાજામ કરતા બે કિલોમીટર સુધી નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્‍યારબાદ પોલીસ તંત્રએ અધિકારી સાથે વાત કરી ગ્રામજનોને રસ્‍તા રિપેરીંગ માટે બાંહેધરી આપી હતી અને નેશનલ હાઈવે રોડ ખુલ્‍લો કરવામાં આવ્‍યો હતો. તંત્ર અને સરકારની ઉદારનીતિ અને એજન્‍સીઓ સામે યોગ્‍ય કાર્યવાહી ન કરવાનાં કારણે આ નેશનલ હાઈવેની હાલત ખૂબ દયનીય છે. અહિયાથી પસર થતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહૃાા છે. હવે આગામી દિવસોમાં તંત્ર અને સરકાર લોકોની હાલાકીને સમજી જુના રોડનું યોગ્‍ય સમારકામ કરાવે અને ફોરલેન રોડની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તો જ આ સમસ્‍યાનો ઉકેલ આવશે. હવે તંત્ર અને સરકાર જનતાની સમસ્‍યાને સમજે છે કે નહી એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/