સંસદીય મત વિસ્તારના કેન્દ્ર સરકાર હસ્તક નાં કામો અંગે માન. નારણભાઈ કાછડિયા સાંસદ અમરેલી ને પત્ર પાઠવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત
આજ રોજ ધારાસભ્ય દ્વારા માન. નારણભાઈ કાછડિયા સાસંદ અમરેલીને પત્ર પાઠવી ને પોતાના સંસદીય મત વિસ્તાર માં આવતા સાવરકુંડલા અને લીલીયા મત વિસ્તાર નાં કેન્દ્ર સરકાર હસ્તક નાં કામો ભૂલીને આપશ્રી ને ખ્યાલ હશે જ કે રાજ્ય સરકાર કોઇપણ હોય પરંતુ તે કામો જેતે રાજ્ય નાં ધારાસભ્ય હસ્તક નાં આવતા કામો અંદર આમ જનતાને ગુમરાહ કરી ખાતમુર્હત કરવામાં આવી રહ્યા છે, જે લોકોને ભાજપ રુપી ચશ્માં પહેરવા સમાન છે જેમાં સુકા ઘાસને લીલું બતાવવાના પ્રત્યન કરવામાં આવી રહ્યા છે. આપને ખાતમૂહર્ત માટેનો ઉમંગ હોય જ પણ આપ જાણતા હશોજ કે કેન્દ્ર સરકાર લગતા કામો આપના હસ્તક હોય અને જેમાં છેલ્લા ત્રણ વર્ષ થી બાયપાસ રોડ ની કામગીરી વિલંબિત છે, તેમજ શહેરી વિસ્તારના નેશનલ હાઇવે રોડ ના કામો તમારા હસ્તે હોય તો તે કામો અંગે આપની નૈતિક ફરજ અદા કરી ને રોડ રસ્તા મંજુર કરાવીને આપ આપનો હક્ક જતાવી શકો છો. જેમાં બાયપાસ રેલ્વે આવે છે જે કેન્દ્ર ની મંજુરી નાં વાંકે લોકો હેરાન પરેશાન થઇ રહેલ છે, અને રેલ્વે માં મહુવા-સુરત, મહુવા- બાંદ્રા સતત બંધ છે તેમને ચાલુ કરવામાં આવે તો આમ જનતા અને ગરીબ લોકોને મુસાફરી માં લાભ થઇ શકે, સાવરકુંડલા નાં આગાઉ સરકાર શ્રી દ્વારા નવી પોસ્ટ ઓફીસ નું બિલ્ડીંગ મંજુર થયેલ છે તે સત્વરે મંજુર થયેલ જગ્યાએ કરવામાં આવે, બી.એસ.એન.એલ જેવા કેન્દ્ર હસ્તક કામો ઘણા સમય થી કોઇપણ કારણોસર પેન્ડીંગ છે, કેન્દ્ર હસ્તક નાં નેશનલ હાઈવે રોડ રસ્તા ને નવા કે રીસરફેસિંગ કરવાની જરૂરિયાત છે, તેવા રોડ રસ્તાને પ્રાથમિકતા આપી ને મંજુર કરાવવામાં આવે, પણ જે રાજ્ય હસ્તક નાં રોડ રસ્તા નાં કામો ધારાસભ્ય હસ્તક નાં હોય અને તેમની નૈતિક જવાબદારી પ્રમાણે મંજુર કરવવામાં આવે ત્યારે બીજા લોકો તેમનું ખાતમૂહર્ત કરવામાં આવે તો કેટલું ઉચિત છે. લોકોની સેવા અને લોકઉપયોગી કામો કરવાની હોયજ તો આપ કેન્દ્ર અંગેના ઘણા પ્રશ્નો આપના સસંદિય વિસ્તાર માં છે અને લોકો ઉપયોગી છે. તેવા કામો કરવામાં આવે તો લોકોને લાભ થઇ શકે માત્ર બીજાના કામો પર ખાતમૂહર્ત કરવાથી લોકો ને કોઈ ફાયદાઓ થાય તેમ નથી તેવા લોક સેવાના ઉદેશ ને ધ્યાને લઈને કેન્દ્ર હસ્તક નાં કામો કરાવવા સાવરકુંડલા –લીલીયા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા માન . નારણભાઈ કાછડિયા સાંસદ ને પત્ર પાઠવવામાં આવેલ છે
Recent Comments