fbpx
અમરેલી

લીલીયા તાલુકાના, આંબા- ભેસવડી રોડ, તથા ગુંદરણ ગામમાં સુવિધાપંથ નું ખાતમુર્હત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

ઘણા સમય થી લીલીયા તાલુકા ના વિવિધ ગામોમાં (૧) આંબા-ભેસવડી રોડ ( ૩ કરોડ -૪૫ લાખ)  (૨)ગુંદરણ સુવિધા પંથ (૫૦ લાખ)  આ રોડ રસ્તા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતા જેમાં લોકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેમને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સરકાર શ્રી માં મંજુર કરવામાં આવેલ આ કામો ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા મંજુર કરવામાં આવેલ હતા,

આજ રોજ પોતાના મતવિસ્તાર લીલીયા  તાલુકાના અલગ અલગ ગામોમાં રોડ રસ્તાઓ નું ખાત મૂહર્ત ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે કરવામાં આવેલ    જેમાં ખોડાભાઈ માલવિયા, ભીખાભાઈ દેવાણી, કાન્તીભાઈ ડુંગરિયા , દકુભાઈ બુટાણી, વિજયભાઈ કોગથીયા, મનસુખભાઈ સાવજ, ભરતભાઈ બુટાણી, ભરતભાઈ પટોળીયા, બટુકભાઈ બુટાણી, રણછોડભાઈ વાઘેલા, અશ્વિનભાઈ દોમડીયા, નારણભાઈ આસોદારા, પ્રવીણભાઈ દોમડીયા, જે.ડી. બુટાણી, વિરજીભાઈ કયાડા, દયાળભાઈ દેવીપુજક, હરીભાઈ અમરાભાઈ, પીરભાઈ સૈયદ, પુનાભાઈ દેવીપુજક, મુનાભાઈ રબારી,  તથા ગુંદરણ ગામના વિનુભાઈ પુનાભાઈ સોસલીયા, રમેશભાઈ કાછડિયા, મુસાભાઈ અલીભાઈ, જીકરભાઈ આદમભાઈ સરપંચ શ્રી મહમદભાઈ આદમભાઈ બોળાતર, કાન્તીભાઈ તપોવન, રસિકભાઈ બાબુભાઈ, જયંતીભાઈ માજી સરપંચ શ્રી વિપુલભાઈ તથા નીતિનભાઈ વગેરે હાજર રહ્યા હતા,            

આમ ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મતવિસ્તાર ના અલગ અલગ ગામે  લોક ઉપયોગી અને જન હિતાર્થે વિકાસ નાં કામો ને ધ્યાને લઈને લોકોને સુવિધાઓ મળી રહે તેવા શુભ આશય થી આંબા- ભેસવડી રોડ, (૩ કરોડ અને ૪૫ લાખ નું કામ )તથા ગુંદરણ ગામમાં સુવિધાપંથ (૫૦ લાખ )કામો શરુ કરાવવામાં આવેલ છે

Follow Me:

Related Posts