fbpx
અમરેલી

લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિદ ભગત તરફ થી ૧૧ કરોડ નો રામમંદિર નિર્માણ કાર્ય માટે ચેક અર્પણ

લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટ ના મોભી ગોવિદ ભગત દ્વારા રામ મંદિર નિર્માણ માં ૧૧ કરોડ નું અનુદાન કર્ણાવતી ખાતે રામમંદિર નિર્માણ સમિતિ કાર્યાલય ખાતે અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં રામમંદિર નિર્માણ સમિતિ ના ગુજરાત અધ્યક્ષ ગોવિદ ભગત રામકૃષ્ણ એક્સપોર્ટ તરફ થી ૧૧ કરોડ  તેમજ પાલીતાણા તાલુકા ના સેજળીયા  લવજીભાઈ બાદશાહ તરફ થી ૧ કરોડ નો ચેક અર્પણ કરાયો હતો 

લાઠી તાલુકા ના દુધાળા ડાયમંડ કિંગ ગોવિદ ભગત ની અનેક વિધ સેવા સખાવત જાણીતી છે લાઠી તાલુકા માં આરોગ્ય સેવા માટે “લાલજી ના દાદા” થી પ્રસિદ્ધ આરોગ્ય ધામ સમગ્ર તાલુકા માટે આર્શીવાદ રૂપ છે 

લાઠી તાલુકા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હરતા ફરતા દવાખાના ની સેવા ઉપરાંત જળ સંસાધન શિક્ષણ આરોગ્ય વ્યસન મુક્તિ ની અનેકો મુહિમ ના પ્રણેતા ગોવદ ભગત  દ્વારા રામ મંદિર નિર્માણ માટે ૧૧ કરોડ નો ચેક અર્પણ  કરાયો હતો આ તકે  રાજ્ય ના મહામાહિમ સહિત અનેકો અગ્રણી ઓની ઉપસ્થિતિ જોવા મળી હતી  

Follow Me:

Related Posts