fbpx
અમરેલી

સુભાષચંદ્ર બોઝની જયંતિ ૨૩ જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે મનાવવા ર્નિણય


દેશના સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફૌઝના જનક સુભાષચંદ્ર બોઝની જયંતિને હવે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ ૨૩ જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો ર્નિણય લીધો છે. આ અંગે મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતિ મનાવવા જઇ રહ્યું છે.

નેતાજીની ૧૨૫મી જયંતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ જેવા સ્કોલર, સોલ્ઝર અને સ્ટેટ્‌સમેનની ૧૨૫મી જયંતિ સાથે જાેડાયેલા કાર્યક્રમોની જાહેરાત અમે ટૂંક સમયમાં કરીશું. સ્વતંત્રતા સેનાની સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતિ મનાવવા માટે કેન્દ્ર સરકારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
સંસ્કૃતિ મંત્રાલયે પણ એક સત્તાવાર રીતે કહ્યું હતું કે, આ સમિતિ આવતા વર્ષે ૨૩ જાન્યુઆરીથી ૧૨૫મી જન્મજયંતિ વર્ષમાં યોજાનારા કાર્યક્રમો અને કાર્યોના સમયપત્રકનો ર્નિણય લેશે.

Follow Me:

Related Posts