fbpx
અમરેલી

સારથી કોમ્પલેક્ષ – અમરેલી દ્વારા ૭૨ માં પ્રજાસતાક પર્વની ઉત્સાહભેર ઉજવણી અમરેલીના જાણીતા નિષ્ણાંત તબીબ ડો.હરીષ ગાંધીના હસ્તે ધ્વજવંદન સંપન્ન કરાયું

. સારથી કોમ્પલેક્ષના પ્રમુખ વર્ષિલ સાવલિયા , ડો.તુષાર બોરાણીયા તથા ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીના મુ.મહેમાનપદે પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ . પ્રાઈવેટ કોર્મશિયલ કોમ્પલેક્ષમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીથી નાના – મોટા વેપારીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાના પ્રયાસના ભાગસ્વરૂપે કોમ્પલેક્ષમાં સોશ્યલ ડીસટન્સ જાળવીને અમોએ ઉજવણી કરી છે – હરેશ બાવીશી . કોમ્પલેક્ષમાં વ્યાવસાયિક ઓફિસો ચલાવતા તમામ માટે આ પ્રજાસતાક પર્વની ઉજવણી અમારા સૌ માટે યાદગાર બની રહેશે – હો.હરીશ ગાંધી અમરેલીના લીલીયા રોડ પર આવેલ સારથી કોમ્પલેક્ષ દ્વારા કોમ્પલેક્ષના પ્રમુખ વર્ષિલ સાવલીયાના માર્ગદર્શન હેઠળ જાણીતા નિષ્ણાંત સિનિયર તબીબ ડો.હરીશ ગાંધીના વરદ હસ્તે ધ્વજવંદન કરીને સ્વતંત્ર ભારતનું ૭૨ મું પ્રજાસતાક પર્વ ઉજવાયું હતું . આ તકે મુ.મહેમાન પદે જાણીતા ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયા , ડાયનેમિક ગૃપના પ્રમુખ પ્રા.હરેશ બાવીશી , ધારાશાસ્ત્રી જયકાંત સોજીત્રા , લે.પટેલ સમાજના આગેવાન નિમેષ બાંભરોલીયા , પ્રશાંત બાંભરોલીયા , સુરેશભાઈ , ભરતભાઈ ત્રાપસિયા વિ.ઉપસ્થિત રહયા હતા . પ્રજાસતાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં સૌનું સ્વાગત કોમ્પલેક્ષના પ્રમુખ વર્ષિલભાઈ સાવલિયાએ કર્યુ હતુ તથા મુ.મહેમાન પદેથી ડો.હરીશ ગાંધી , પ્રા.હરેશ બાવીશી , જયકાંત સોજીત્રાએ ઉપસ્થિત સૌને શુભેચ્છા આપીને પ્રાઈવેટ કોમ્પલેક્ષમાં સોશિયલ ડીસટન્સથી અનોખી રીતે ઉજવાયેલ ૭૨ મું પ્રજાસતાક પર્વ સૌનામાટે યાદગાર રહેશે તેમ જણાવીને કોમ્પલેક્ષ તરફથી સૌ આમંત્રિતોને મો મીઠા કરાવ્યા હતા .

Follow Me:

Related Posts