fbpx
અમરેલી

અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિની સ્‍થાપના કરાઈ

આવતીકાલથી એક મહિના સુધી પૂજા, દર્શન યોજાશે અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિની સ્‍થાપના કરાઈ વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપાઘ્‍યક્ષનાં નેતૃત્‍વમાં દિનેશભાઈ ભુવાનાં આર્થિક સહયોગથી પ્રતિકૃતિની સ્‍થાપના જિલ્‍લાનું મુખ્‍ય મથક એક મહિના સુધી ભગવાન શ્રીરામમય બની જશે જિલ્‍લાનું મુખ્‍ય મથક એક મહિના સુધી ભગવાન શ્રીરામમય બની જશે

અમરેલીનાં સિનિયર સીટીઝન પાર્ક ખાતે અયોઘ્‍યા ખાતે નિર્માણાધિન ઐતિહાસિક રામ મંદિરની પ્રતીકૃતિની સ્‍થાપના વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપાઘ્‍યક્ષ હસમુખ દુધાતનાં માર્ગદર્શનતળે અને શીતલ આઈસ્‍ક્રીમનાં દિનેશભાઈ ભુવાનાં આર્થિક સહયોગથી બાંભરોળીયા પરિવાર ઘ્‍વારા કરવામાં આવી છે.

સોમવારથી દરરોજ સવારે-સાંજે ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરવામાં આવશે. દરરોજ સાંજે જુદી-જુદી સેવાકીય સંસ્‍થાઓ, આગેવાનો, રામ મંડળો ઘ્‍વારા આરતી ઉતારવામાં આવશે અને 1લી ફેબ્રુઆરીથી 1લી માર્ચએટલે એક મહિના સુધી શહેરીજનો રામમય બની જશે.

આ તકે વિહિપનાં ઉપાઘ્‍યક્ષે સમગ્ર જિલ્‍લાની જનતાને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સનાં નિયમોને આધીન શ્રીરામ અને રામ મંદિરનાં દર્શન કરવા પધારવા અનુરોધ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/