fbpx
અમરેલી

ચિતલમાં જમીન પચાવી પાડનાર 8 શખ્‍સો વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્‍હો નોંધાયો

સબભૂમિ ગોપાલકી સમજી દબાણકર્તાઓમાં ફફડાટ જમીનનાં મુળ માલીકની ફરિયાદ બાદ આરોપીની અટકાયત

ચિતલ ગામની બિનખેતી થયેલ જમીન સર્વે નંબર રરર8, રરર9, રર30, રર31માં આવેલ પ્‍લોટ નં.30, 31, 3ર, 33 એમ કુલ 4 પ્‍લોટ વ્‍હોરા યુસુફઅલી ફકરૂદીન ચિતલવાલા તથા તેમના ભાઈ મહમદાભાઈ ફકરૂદીનભાઈ ચિતલવાલા તથા તેમની બહેન અસ્‍મિતાબેન ફકરૂદીનભાઈ ચિતલવાલા એમ કુલ 3 વ્‍યકિતઓના નામે હોય. આ પ્‍લોટ ઉપર આરોપીઓએ ગેરકાયદેસર કબ્‍જો અને બાંધકામ કરી, અનઅધિકૃત રહેણાંક બાંધકામ કરી લીધેલ. આ અંગે અરજદારે કલેકટર કચેરીમાં ગેરકાયદેસર કબ્‍જા અંગેની અરજી આપેલ હતી.

ઉપરોકત હકીકત અંગે તલાટી મંત્રી, ગ્રામ પંચાયત કચેરી, ચિતલનાઓએ પંચરોજકામ તથા સીટી સર્વેએ કરેલ માપણી શીટ તથા આધાર પુરાવાઓ જોતા આરોપીઓએ અરજદારની ઉપરોકત જમીન પર ગેરકાયદેસર દબાણ કરી, તેના પર અનઅધિકૃત બાંધકામ કરી તેમાં દેશી દારૂની ભઠ્ઠી બનાવી, દેશી દારૂના વેચાણથી આર્થિક ફાયદો     મેળવવા માટે ઉપયોગ કરેલ હોવાનું જણાઈ આવતા અમરેલી જિલ્‍લા કલેકટર આયુષ ઓક તરફથી આરોપીઓને “ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ- ર0ર0″ની કલમ-ર(ઘ) મુજબ જમીન પચાવી પાડનાર વ્‍યકિતઓ ગણી તમના વિરૂઘ્‍ધ ગુનો દાખલ કરવા અરજદારને જાણ કરતા વ્‍હોરા યુસુફઅલી ફકરૂદીન ચિતલવાલા (ઉ.વ. 6પ) રહે. મુળ ચિતલ, વ્‍હોરાવાડ, હાલ મુંબઈએ આરોપી વિરૂઘ્‍ધ ધોરણસર થવા ફરિયાદ આપતા અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં “ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) એકટ-ર0ર0” હેઠળ ગુન્‍હો રજી કરવામાં આવેલ છે.

આરોપીઓ (1) રામજીભાઈ નથુભાઈ ચારોલા, (ર) જગાભાઈ બચુભાઈ મંદુરીયા, (3) સ્‍વ. દોલુભાઈના વારસ ગંગુબેન રહે. ચિતલ, (4) ભુપતભાઈ બચુભાઈ વણદોરીયા, (પ) સુરેશભાઈ ચભાભાઈ ચારોલા, (6) જીતુભાઈ તાજુભાઈ ચારોલા, (7) મુકેશભાઈ તાજુભાઈ ચારોલા, (8) શોભાબેન દેવરાજભાઈ વાઘેલા રહે. બધા ચિતલ.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય ઘ્‍વારા “ધ ગુજરાત લેન્‍ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ-ર0ર0” હેઠળ રજી. થયેલ સદરહું ગુન્‍હાની તપાસ માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમમાં (1) મુખ્‍ય તપાસ અધિકારી અભય સોની, મદદનીશ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ (ર) સહાયક તપાસ અધિકારી વાય.પી. ગોહિલ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર લાઠી પોલીસ સ્‍ટેશન તથા (3) સહાયક તપાસ અધિકારી પી.બી. લકકડ પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનનાઓની નિમણૂંક કરવામાં આવેલ છે અને આ ગુન્‍હાના કામે સઘન તપાસ હાથ ધરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/