fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લા પંચાયતનું પ્રમુખપદ સામાન્‍ય મહિલા માટે અનામત

પંચાયત કમિશનર દ્વારા દરેક તાલુકા/જિલ્‍લા પંચાયતનાં પ્રમુખપદને લઈને જાહેરાત

બાબરા, બગસરા, ધારી, લીલીયા અને રાજુલા તાલુકા પંચાયતનું પ્રમુખપદ બિનઅનામત

લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખપદ અનુ.જાતિની મહિલા માટે અનામત જાહેર થયું

કુંકાવાવ તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસી મહિલા માટે અનામત જાહેર કરવામાં આવ્‍યું

અમરેલી જિલ્‍લાની જિલ્‍લા પંચાયત અને 11 તાલુકા પંચાયતોમાં પ્રમુખ પદને લઈને ઘણા સમયથી ચાલતી અટકળો પર આજે વિરામ આવ્‍યો છે અને જિલ્‍લા પંચાયત તેમજ અર્ધો ડઝન તાલુકા પંચાયતનાં પ્રમુદ પદે મહિલાઓ બિરાજમાન થશે.

વિકાસ કમિશનર મુકેશ ઠકકરે પ્રસિઘ્‍ધ કરેલ યાદીમાં જિલ્‍લા પંચાયતનું પ્રમુખપદ સામાન્‍ય મહિલા માટે અનામત જાહેર થયેલ છે તો અમરેલી, જાફરાબાદ, ખાંભા અને સાવરકુંડલા તાલુકા પંચાયતનું પ્રમુખપદ પણ સામાન્‍ય મહિલા માટે અનામત છે તો લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખપદ અનુ.જાતિની મહિલા માટે અને કુંકાવાવ તાલુકા પંચાયતનું પ્રમુખપદ ઓબીસી મહિલા માટે અનામત જાહેર થયેલ છે.

માત્ર બાબરા, બગસરા, ધારી, લીલીયા અનેરાજુલા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ બિન અનામત જાહેર થયેલ છે. તે જોતા ચૂંટણી બાદ સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જોવા મળશે તે નકકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/