અમરેલી ખાતે જીલ્લા ભાજપ આઈ.ટી એન્ડ સોશ્યિલ મીડિયા અને મીડિયા વિભાગ નો વર્કશોપ યોજાયો

તા.૦૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ને શુક્રવારનાં રોજ જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અને સાંસદ નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી પંચવટી ફાર્મ ખાતે અમરેલી જિલ્લા ભાજપ આઈ.ટી એન્ડ સોશ્યિલમીડિયા અને મીડિયા વિભાગ નો વર્કશોપ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ માં સાંસદ નારણભાઇ કાછડીયા, અમરેલીજિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પુનાભાઈ ગજેરા અને જિલ્લા સોશ્યિલ મીડિયા ના ઇન્ચાર્જ શ્રી જીતુભાઇ પાઘડાળ, સહ ઇન્ચાર્જ જીતુભાઇ લાઠીયા અને મીડિયા ઇન્ચાર્જ દિવ્યેશ વેકરિયા, સંદીપભાઈ માંગરોળિયા તથા દરેક મંડળ ના કન્વીનર અને સહ-કન્વીનર ઉપસ્થિત રહ્યા. સાંસદ નારણભાઇ કાછડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
Recent Comments