fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ૧૫ હજાર થી વધુ લોકોએ કોવીડ વેકસીન લીધી : કોઈને પણ ગંભીર આડઅસર નહી

ખોટી વાતો અફવાઓથી ભ્રમિત થયા વિના પોતાના સ્વાસ્થ્ય માટે વેકસીન લેવી જરૂરી

અમરેલી જિલ્લામાં તા. ૧૬ જાન્યુઆરીથી વેક્સિનેશનના પ્રથમ તબક્કાની શરૂઆત થયા બાદ ૩૧ જાન્યુઆરીના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી. કોરોના કાળમાં પ્રથમ હરોળમાં રહીને કોરોના સામેનો જંગ લડેલા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આજ સુધીમાં અંદાજે ૧૫ હજારથી વધુ લોકોને કોવિડ વેકસીન અપાઈ ચુકી છે. પ્રથમ તબક્કાને ૧૮ દિવસ જ્યારે બીજા તબક્કાને આજે ૯ દિવસ જેટલો સમય થઇ ગયો છે. ત્યારે અમરેલી જિલ્લામાં કોઈપણ વ્યકતીને રસીનું કોઈપણ પ્રકારનું રીએકશન કે આડઅસર જોવા મળી નથી. કોવિડ વેકસીન તદ્દન સુરક્ષિત છે.અનેક પ્રમાણભૂત માપદંડોમાં ખરી ઉતર્યા બાદ આ વેકસીનનો ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે. આ રસી સંપૂર્ણ સલામત હોવાથી દરેક નાગરિકે લેવી હિતાવહ છે. કોઈપણ પ્રકારના ખોટા નિવેદનોથી ભ્રમિત થયા વગર પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય માટે આ રસી લેવી આવશ્યક છે.

વેક્સીન સંદર્ભે સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર અફવાઓ અને ખોટી માહિતી અમુક લોકો દ્વારા ફેલાવવામાં આવતી હોવાનું આરોગ્ય તંત્રને ધ્યાને આવ્યું છે. રસીકરણ વિશે ખોટી અફવા ફેલાવતા હોવાનું જણાશે તો જે તે વ્યક્તિ ઉપર નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓશ્રીઓએ પણ આ વેક્સિનના ડોઝ લીધેલા છે અને કોઈ આડઅસર જણાયેલ નથી. આમ ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપી વધુમાં વધુ લોકો આ રસીકરણમાં પોતાનો વારો આવે ત્યારે અવશ્ય રસીકરણ કરાવવા અને નજીકના રસીકરણ કેન્દ્ર ખાતે રજીસ્ટ્રેશન કરાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ અપીલ કરી છે.

અન્ય વિકસીત દેશોની જેમ કોરોના વાયરસના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થાય તે પહેલા તમામ લોકો રસીથી રક્ષિત થઈ જાય તો સંક્રમણનું જોખમ નિવારી શકાય છે. માટે હાલનો સમય એ આ રસી લેવાનો ઉત્તમ સમય છે જેનાથી ભવિષ્યના સંભવિત જોખમથી પણ બચી શકાય છે. જ્યારે પણ રસીકરણ અભિયાન અંતર્ગત આપનો ક્રમ આવે ત્યારે જરા પણ ગભરાયા વગર રસી લેવા જાહેર જનતાને આહ્વાન કરી કોરોના સામે રક્ષણ મેળવવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/