અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કોરોના કેસ નોંધાયો નહીં

અમરેલી જિલ્લામાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. ત્યારે આજે સતત બીજા દિવસે પણ કોરોનાનો કેસ નહીં આવતા વહીવટી તંત્ર તથા લોકોમાં મોટી રાહત જોવા મળી હતી.
આજે અગાઉના 4 વધુ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી મુકિત મળતાં હવે કોરોનાના માત્ર 17 દર્દીઓ જ સારવાર હેઠળ છે. આજદિન સુધીમાં કોરોનાના કુલ 3881 કેસ નોંધાયા હતા જે પૈકી 41 દર્દીઓના મૃત્યુ થયાનું સતાવાર જાહેર થવા પામ્યું છે.
Recent Comments