fbpx
અમરેલી

રાજુલા ખાતે બની રહેલા કોર્ટ બિલ્ડીંગમાં ભ્રસ્ટાચાર દેખાઈ આવ્યો

ઉપ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરતા અમરેલી જિલ્લા યુવા ભાજપના મંત્રી વનરાજભાઈ વરૂ.સિદ્ધિ વિનાયક કન્ટ્રક્શનની પોલમ પોલ.

રાજુલા ખાતે નવા બની રહેલ કોર્ટ બિલ્ડીંગમાં નબળી ગુણવંતાનું મર્ટિરીયલ વાપરી કામ થઇ રહેલ હોય જે અટકાવવા બાબતની લેખીત રજૂઆત કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ અમરેલી અને ઉપ મુખ્યમંત્રીને પત્ર દ્વારા અમરેલી જિલ્લા યુવા ભાજપના મંત્રી વનરાજભાઈ વરૂ દ્વારા કરાઈ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે હાલ રાજુલા ખાતે,કોર્ટ બિલ્ડીંગનું નવ નિર્માણ થઇ રહયું હોય તેમાં સિધ્ધિ વિનાયક કંન્ટ્રકશન દ્વારા થઇ રહયુ છે . જેમાં નબળી તથા હલકી ગુણવતાનો કાચો માલ ઉપયોગમાં લેવાઇ રહીયો છે જેમાં રેતીનો ઉપયોગ થયો છે તેમાં માટીનો ભાગ વધારે પડતો હોય તેમજ રેતીની સાથે ભરડીચાનો પાઉડર મિક્ષ કરતા હોય જેમાં રોકેટ , સ્લેબ , બિમ કોલંબમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્થા કપચીમાં કાચો પથ્થર સાથે હોય તેવી કાચો – પાકો પથ્થરનો ઉપયોગ કામમાં લેવામાં આવે છે . સાથો – સાથ જયાં કોંક્રેટ વર્ક કરવાનું હોય છે ત્યા ડિવોર્ટરીંગ ( પાણી બહાર કાઢયા વગર ) કામ કરે છે . જેવા વગેરે કામોમાં ભષ્ટ્રાચારની બુ આવે છે . અને સરકારશ્રી દ્વારા સારૂ અને ટકાઉ કામ થાય ત્યા લોકહિતાર્થ વિકાસ કામો કરતા હોય ત્યારે આવા કોન્ટ્રાકટરો દ્વારા પોતાના સ્વાર્થે અર્થ સરકારનું નામ ખરાબ કરવા ઇચ્છતા હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહયું છે . હાલ જયારે કોર્ટ બિલ્ડીંગનું કામ એટલે ન્યાય મંદિર બનતું હોય તેમા જ અન્યાય થઇ રહયો હોય તેવુ સ્પષટ લાગી રહયું છે. ત્યારે વનરાજભાઈ દ્વારા તે પણ જણાવાયું હતું કે ઉપરોકત હકિકતને ધ્યાને લઇ ઉચ્ચ અધિકારી દ્વારા ગુણવંતાની તપાસ કરી કામ આગળ વધારવું જયાં સુધી ગુણવતા તપાસ ના થાય તેમજ તે કામમાં ભષ્ટ્રાચાર ન થાય તે રીતે ન્યાયીક તપાસ કરાવી કામ શરૂ કરાવવું હાલ તાત્કાલીક ધોરણે કામ બંધ થવું જોઇએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/