fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને આજે કેન્દ્ર સરકારનાં મંત્રી માંડવીયા પ જેટલી જાહેરસભાને કરશે સંબોધન

એનસીયુઆઈ ના ચેરમેન દીલીપભાઈ સંઘાણી , ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ , સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા પ્રમુખ કૌશીકભાઈ વેકરીયા , પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી , જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ રાજુલા – જાફરાબાદ વિધાનસભામાં સવાર થી સાંજ સુધી સભા યોજશે . હાલ રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ આગામી તા .૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છે . ચુંટણી પ્રચાર શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે આજે તા .૨૧ ના રોજ ભારત સરકારનાં સીપીગ મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાજી અમરેલી જિલ્લાની રાજુલા – જાફરાબાદ વિધાનસભામાં પ જેટલી જાહેર સભાને સંબોધશે . માન.મંત્રીશ્રી મનસુભાઈ માંડવીયાજી રાજુલા તાલુકાનાં બાબરીયા ધાર ખાતે સવારે ૧૦ કલાકે , ભેરાઈ ખાતે બપોરે ૧૨ કલાકે , દાતરડી ખાતે બપોરે ૩ કલાકે , કોટડી ખાતે સાંજે ૫ કલાકે અને ત્યાર પછી જાફરાબાદ તાલુકાનાં બાબરકોટ ખાતે સાંજે ૭ કલાકે જાહેર સભાને સંબોધન કરશે . આ તકે પાર્ટીનાં કાર્યકર્તાઓ , આગેવાનો દ્રારા કરવામાં આવેલ કલ્યાણના કામો લોકોને સમજાવી ભાજપનાં ઉમેદવારને બહુ જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરશે તેમ જિલ્લા ભાજપની અખબાર યાદીમાં જણાવાયું છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/