fbpx
અમરેલી

અમરેલી જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની અનોખી ઉજવણી

અમરેલી ની જાણીતી સંસ્થા જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ના ભાગ રૂપે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને ડો. કલામ ઇનોવેટીવ વકર્સ અમરેલી સંસ્થા ના ફાઉન્ડર શ્રી કેવલભાઇ મહેતા દ્વારા વિદ્યાર્થિની બહેનો ને કલામ સાહેબ ના જીવન કવન પર આધારિત પ્રેરણાદાયી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. 

જેમાં અભ્યાસ ની સાચી પદ્ધતિ, વિદ્યાર્થી જીવન માં શિક્ષક નું મહત્વ, સ્વપ્ન થી લક્ષ્ય પ્રાપ્તિ, આત્મવિશ્વાસ સાથે કાર્ય કેવી રીતે કરવું, અને આંતરિક શક્તિ ને ઓળખી અને સફળતા કેવીરીતે પ્રાપ્ત કરવી જેવી બાબતો પર કલામ સાહેબ ના જીવન કવન પર આધારિત પ્રેરક દ્રષ્ટાંતો દ્વારા ખૂબ રસપ્રદ શૈલી માં વિદ્યાર્થિની બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 
આ સેમિનાર ની વિશિષ્ટ વાત એ રહી કે કલામ સાહેબ ના જીવન કવન ને વિદ્યાર્થી જીવન સાથે સંકલિત કરી અને સરળ રીતે સમય ની માંગ પ્રમાણે અને વિદ્યાર્થિની બહેનો ની જરૂરિયાત મુજબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કલામ સાહેબ ના આ પ્રેરણાદાયી ઇન્જેક્શન વિદ્યાર્થિની બહેનો ને કોરોના મહામારી પછી બચેલા સમય માં અભ્યાસ માટે ઉત્સાહ પૂરો પાડવાની સાથે વધારે સારીરીતે અને યોગ્ય દિશામાં મહેનત કરવા માટે ચોક્કસ થી પ્રોત્સાહિત કરશે અને બચેલા સમય માં વેક્ષીનેશન જેવું કાર્ય કરી અને ચાવીરૂપ ભૂમિકા ભજવશે.

આ સેમિનાર માં વિદ્યાર્થિની બહેનો, શાળા ના શિક્ષકો અને એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રી સોલંકી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના આખરી ચરણ મા વિદ્યાર્થીના મુંઝવતા સવાલો ને સાંભળી અને તેમના યોગ્ય ઊતરો પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના અંતે વિદ્યાર્થિની બહેનો દ્વારા  પોતાના અભિપ્રાયો પણ વ્યક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના શિક્ષિકા  વાસંતી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે જીજીબેન સ્કૂલ ના આચાર્ય શ્રી રોહિતભાઈ મેહતા દ્વારા વિદ્યાર્થિની બહેનો માટે આવા નવીનત્તમ પ્રકારના કાર્યક્રમ ના આયોજન સમયાંતરે કરતા રહેવાની અભિલાષા વ્યકત કરવાની સાથે ડો. કલામ ઈનોવેટિવ વકર્સ અમરેલી ના ફાઉન્ડર શ્રી કેવલભાઇ મેહતા નો આભાર માન્યો હતો અને આ સુંદર સેમિનાર માટે શાળા પરિવાર તરફથી તેમને અભિનંદન પણ આપવામાં આવ્યા હતા. 
આમ જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી હતી તેવું શાળા ના આચાર્ય શ્રી રોહિતભાઈ મેહતા ની યાદી માં જણાવવા માં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/