fbpx
અમરેલી

અમરેલીમાં ભારતીય જનતા પાટીૅને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ મતદાતાઓનો આભાર માનતા સાંસદ નારણભાઈ કાછડીયા

સ્થાનિક સ્વરાજયની ચુંટણી–ર૦ર૧ અંતગૅત અમરેલી જીલ્લાની ૩૪ પૈકી ર૭ જીલ્લા પંચાયત સીટ, ૧૯ર પૈકી ૧ર૮ તાલુકા પંચાયત સીટ અને ૧પ૬ પૈકી ૧ર૬ નગર પાલીકાની સીટો ઉપર ભારતીય જનતા પાટીૅના ઉમેદવારોના ભવ્ય–તિ–ભવ્ય વિજયને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને સવૅ વિજેતા ઉમેદવારશ્રીઓને અભિનંદન પાઠવેલ છે તથા અમરેલી જીલ્લામાં ભાજપની તરફેણમાં મતદાન કરી ભારતીય જનતા પાટીૅના ઉમેદવારોને વિજયી અપાવવા બદલ સૌ મતદાતાઓનો પણ આભાર વ્યકત કરેલ છે.

આ તકે, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, ગુજરાતની સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ગ્રામ્ય થી લઈ શહેરી વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભાજપને વિજયી બનાવી માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીની સરકારની જન કલ્યાણકારી યોજનાઓ/નીતિઓ ઉપર વિશ્વાસની મહોર લગાવી છે. માન. રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડડાજીના માગૅદશૅન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના માઈક્રો પ્લાનીંગ અન્વયે તમામ કાયૅકતૉઓએ બુથ લેવલ સુધી કરેલ મહેનત અને કામગીરીનું આ ફળ છે.

અમરેલી જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયાના નેત’ત્વમાં અમરેલી જીલ્લામાં મળેલ ઐતિહાસિક જીત બદલ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા, દહગય ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પ્રભારી મંત્રી–વ–ચુંટણી ઈન્ચાજૅ શ્રી ધમેૅન્દ્રસિંહ જાડેજા અને પૂવૅ અધ્યક્ષ–વ–ચુંટણી ઈન્ચાજૅ શ્રી જીતુભાઈ વાઘાણી સહીત શીષૅ નેત’ત્વ જીલ્લા, તાલુકા અને શહેર ભાજપ ટીમ અને જીલ્લાના નાના મોટા તમામ કાયૅકરોનો આભાર વ્યકત કરૂ છું.

Follow Me:

Related Posts