ચોંકવા, ચોમલ અને ઈંટીયા ગામ માટે વાસ્મો યોજના માટે રૂા. પર.પર લાખ મંજુર કરાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા મહુવા તાલુકાના ચોંકવા, ગારીયાધાર તાલુકાના ચોમલ અને જેસર તાલુકાના ઈંટીયા ગામ માટે વાસ્મો યોજના મંજુર કરવા બાબતે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા તરફથી કરવામાં આવેલ અસરકારક રજૂઆતના ફળ સ્વરૂપે વાસ્મો વિભાગ– ભાવનગર તરફથી તા.રર/૦૧/ર૦ર૦૧ના રોજ આ ત્રણેય ગામો માટે કુલ રૂા. પર.પર લાખની વાસ્મો યોજનાને મંજુરી આપવામાં આવેલ છે.
જે અંતગૅત વાસ્મો વિભાગ તરફથી મહુવા તાલુકાના ચોંકવા ગામે પમ્પીંગ મશીનરી, પી.વી.સી. પાઈપ લાઈન, પમ્પ હાઉસ, અવેડો, એલ.ટી. લાઈન, આઈ.ઈ.સી. અને વાયર ફેન્સીંગના કામ માટે રૂા. ૧૪,૧૯,૬૦૦/– (અંકે રૂા. ચૌદ લાખ ઓગણીશ હજાર છસો પુરા), ગારીયાધાર તાલુકાના ચોમલ ગામે પમ્પીંગ મશીનરી, આ.સી.સી. અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, રાઈઝીંગ મેઈન, અવેડો, હયાત અંડરગ્રાઉન્ડ સમ્પ રીપેરીંગ, હયાત ઉંચી ટાંકી રીપેરીંગ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી.ના કામ માટે રૂા. ૧૭,૬ર,૬૦૦/– (અંકે રૂા. સતર લાખ બાસઠ હજાર છસો પુરા) અને જેસર તાલુકાના ઈંટીયા ગામે પમ્પીંગ મશીનરી, આર.સી.સીફ અન્ડર ગ્રાઉન્ડ સમ્પ, પી.વી.સી. પાઈપ લાઈન, પમ્પ હાઉસ, એલ.ટી. લાઈન અને આઈ.ઈ.સી.ના કામ માટે રૂા. ર૦,૬૯,૮૦૦/– (અંકે રૂા. વીસ લાખ ઓગણસીતેર હજાર આઠસો પુરા) મંજુર કરવામાં આવેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
Recent Comments