દામનગર બ્રહ્મલીન પૂજ્ય દયારામબાપુ ની પાલખી યાત્રા શહેર માં ફરી સીતારામ આશ્રમ ખાતે સમાધિ અપાઈ

દામનગર સીતારામ આશ્રમ મહંત શ્રી ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ તા૮/૩/૨૧ ને સોમવાર ના રોજ બ્રહ્મલીન થયા તા ૯/૩૨૧ ના રોજ યોજાય પાલખી યાત્રા હજારો ભાવિકો એ કર્યા અંતિમ દર્શન સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના પ્રણેતા અગિયારસ ઉત્સવ જેવા સતસંગ મેળાવડા દ્વારા ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય દયારામબાપુ ની પાલખી યાત્રા માં માનવ મેદની ઉમટી આરોગ્ય પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન સાથે દામનગર ના ઢસા રોડ સિતારામ આશ્રમ થી શહેર ના સરદાર ચોક સુધી પાલખી યાત્રા ફરી હજારો ભાવિકો એ કર્યા અંતિમ દર્શન હજારો ગરીબ દિકરી ઓને સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ના માધ્યમ થી ગૃહસ્થ ધર્મ ની દીક્ષા સાથે આદર્શ દાંપત્ય જીવન ની શીખ આપતા સિદ્ધ સંત ની વિદાય થી હજારો ભાવિકો એ આપી અક્ષુ ભીની અંજલિ ગરીબ ગુરબા ઓના તારણહાર પૂજ્ય “દયારામ” નામ જેવા ગુણ સંપન્ન સંત દયારામબાપુ દરેક જીવાત્મા માટે અપાર દયા નો સિદ્ધાંત વિકસાવ્યો હતો ભજન ભોજન ના હિમાયતી પૂજ્ય બાપુ ના સોરાષ્ટ્ર ગુજરાત ભર ના સેવકો એ બાપુ ના કર્યા અંતિમ દર્શન તારીખ ૯/૩ /૨૧ ના રોજ સીતારામ આશ્રમ સંકુલ ખાતે અપાઈ સમાધિ
Recent Comments