સાવરકુંડલા વી.ડી. કાણકીયા આર્ટ્સ એન્ડ એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે COVID-19 ના પાલન સાથે F.Y.B.A./B.COM.SEM-1 ની પરીક્ષા નો પ્રારંભ

સાવરકુંડલા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા માં આજરોજ તા.૧૦/૩/૨૦૨૧ થી B A./B.COM. SEM 1 પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ માટે OFFLINE પરિક્ષા નો પ્રારંભ થયો હતો. કોરોનાકાળ માં Online Microsoft Team Software થી સરકાર શ્રી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ના આદેશ મુજબ કોલેજ દ્વારા સમગ્ર શૈક્ષણિક કાર્ય પ્રસંશનીય રીતે થયું હતું ત્યારે તમામ વિદ્યાર્થીઓ આજે પ્રથમ વખત રુબરુ પરિક્ષા માટે આવેલ હતા પરિક્ષા અગાઉ સમગ્ર કોલેજ બિલ્ડીંગ સેનેટાઈઝ નગરપાલિકા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ. પરીક્ષા શરુ થતાં પહેલા દરેક વિદ્યાર્થી નું થર્મલ ગન થી ટેમ્પરેચર માપી, હાથ સેનેટાઈઝ કરાવી પ્રવેશ આપવામાં આવેલ. B.A./B.COM. SEM-1 ના કુલ 708 વિદ્યાર્થીઓ બે સેશન માં આ પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે નૂતન કેળવણી મંડળ ના ચંદ્રિકાબેન કામદાર (પ્રમુખ શ્રી), મુકુંદભાઈ નાગ્રેચા (ઉપપ્રમુખ શ્રી), જયંતિભાઈ વાટલિયા (મેનેજીંગ ટ્રસ્ટી શ્રી) તથા ડો.એસ.સી.રવિયા (પ્રિન્સિપાલ શ્રી) દ્વારા વિદ્યાર્થીઓ ને શુભકામનાઓ પાઠવવામાં આવેલ.
Recent Comments