fbpx
અમરેલી

છેલ્લા બે ત્રણ માસથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનાં અપહરણ ગુન્હાના કામના આરોપીને, ભોગ બનનાર સાથે હસ્તગત કરતી સાવરકુંડલા ડિવિઝન ની નાસતા ફરતા/મિસિંગ સ્પેશ્યલ સ્કોર્ડ.

મ્હે. પોલીસ અધિક્ષક શ્રી, અમરેલી નાઓએ મિસિંગ/અપહરણના ગુન્હા માં નાસતાં ફરતા આરોપીઓ તથા ૦ થી ૧૮ વર્ષ ના ગુમ થયેલા શોધી કાઢવા અંગે તા.૦૬/૦૩/૨૦૨૦ થી ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાવરકુંડલા નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓના અપહરણ ના ગુન્હા માં પકડવા નાસતાં-ફરતા આરોપીઓ તેમજ ૦ થી ૧૮ વર્ષ ની ગુમ અપહરણ ને શોધી કાઢવા અંગે માહીતી મેળવી, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે પો.સબ ઈન્સ. શ્રી એચ.એસ.સેગલીયા તથા ASI યુવરાજસિંહ, HC રમેશભાઈ, HC નિરજકુમાર, PC પરેશભાઈ, PC રામદેવસિંહ, PC પ્રવિણસિંહ, PC યુવરાજસિંહ, PC બાલુભાઈ એ રીતે નાસતા ફરતા મિસિંગ સ્પેશ્યલ ટીમના માણસો સાવરકુંડલા-રાજુલા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આજરોજ આરોપીઓ સગા વ્હાલો ની ઉંડાણપૂર્વક તપાસ-પૂછપરછ કરી, આધુનિક ટેકનોલોજી થી માહિતી એકત્રિત કરી, સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ભાગ એ ૦૦૧૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબ ગુન્હાના કામનો આરોપી રાજકોટ શહેર ના શાપર-વેરાવળ ગામે ભોગ બનનાર સાથે છે, જેથી તાત્કાલિક શાપર વેરાવળ ગામે જઇ ને આરોપી ને ભોગ બંનનાર સાથે હસ્તગત કરી, આગળ ની ઘટતી કાર્યવાહી થવા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ને સોંપી આપેલ છે

✨ પકડાયેલ આરોપી ઃ-
હિંમતભાઈ અરજણભાઈ સૌંદરવા ઉ.વ.૨૯ ઘંઘો-મજૂરી રહે. હાડીડા તા.સાવરકુંડલા વાળાને
✨ગઈ માસ ૧/૨૦૨૧ ના રોજ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં અપહરણ નો ગુન્હો રજી. થયેલ જે મજકુર આરોપી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળતો હોય અને આજરોજ આરોપી સગા સંબંધીઓ ની ઉંડાણપૂર્વક તપાસ-પૂછપરછ કરી, આધુનિક ટેકનોલોજી થી માહિતી એકત્રિત કરી, આરોપી ને ભોગ બનનાર સાથે રાજકોટ શહેરના શાપર-વેરાવળ ગામે થી હસ્તગત કરી વઘુ તપાસ અને આગળની કાર્યવાહી થવા અર્થે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

 

આમ, અમરેલી પોલીસ અધિક્ષક સા શ્રી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષસ સા શ્રી નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. શ્રી એચ.એસ.સેગલીયા તથા ASI યુવરાજસિંહ, HC રમેશભાઈ, HC નિરજકુમાર, PC પરેશભાઈ, PC રામદેવસિંહ, PC પ્રવિણસિંહ, PC યુવરાજસિંહ, PC બાલુભાઈ ની સ્પેશ્યલ ટીમે છેલ્લા બે માસથી અપહરણ ના ગુન્હાના કામ ના આરોપીને ઝડપી તથા ભોગ બનનાર ને શોધી કાઢવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/