રસીકરણની ઝુંબેશમા જોડાતી વિવિધ સંસ્થાઓ, લાયન્સ કલબ ઓફ – અમરેલી સીટી દ્રારા સ્વામિનારાયણ મંદિર–પાણી દરવાજા અને જેશીંગપરા ખાતેવેકિસનેશન કેમ્પ યોજાયા

સંતો, કલબ હોદેદારો, વડિલો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહયા
કોરોના મહામારીને નેસ્તનાબૂત કરવા ચાલી રહેલ લોકજાગૃતિ ઝુંબેશમા વિવિધ સંસ્થાઓ સહયોગ આપી રહી છે તેવા સમયે અમરેલી ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી દ્રારા સ્વામિનારાયણ મંદિર, પાણી દરવાજા અને જેશીંગપરા ખાતે કોરોના રસીકરણ કેમ્પોનું આયોજન કરવામા આવેલ જેનો લાભ બહોળા પ્રમાણમા લોકોએ લઈને કોરોના મહામારીથી સુરક્ષીત રહેવા વેકિસનેશન લાભ ઉઠાવેલ.
બન્ને સ્થળે યોજાયેલ આ કેમ્પમા સ્વામીનારાયણ મંદિરના સંતો, લાયન્સ કલબ ઓફ અમરેલી સીટીના હોદેદારો, સીનીયર મેંમ્બર અને સ્થાનિક આગેવાનો આ તકે ઉપસ્થિત રહીને આ સેવા કાર્યને સહયોગ આપેલ હતો. સંસ્થા તરફથી આ ઝુંબેશને વેગ આપવા કેમ્પોનું આયોજન કરવામા આવેલ જેને સારોએવો લોકસહયોગ પ્રાપ્ત થયાનું સંસ્થાની યાદીમા જણાવાયેલ છે.
Recent Comments