fbpx
અમરેલી

લાઠી તાલુકા ના આંસોદર ગામે ગરીબ શ્રમિક પરિવાર ના રહેણાક મકાનમાં શોર્ટસર્કિટ ના કારણે આગ


આગ માં સુપર્ણ રહેણાંક મકાન ધર વકરી સાથે બળી ને ખાખ શ્રમિક પરિવાર ના મહિલા અને બાળકો ખેતીવાડી ની દાડીયે હતા અને પરિવાર નો મોભી  વિનુભાઈ ગોવિદભાઈ ચૌહાણ દામનગર ખાતે  હીરા ના કારખાને મજુરી કામે ગયા હતા  અને પાછળ થી સવાર ના ૧૦-૦૦ કલાક આસપાસ શોર્ટસર્કિટ થી આગ લાગતા આશરા સહિત સંપૂર્ણ રહેણાંક મકાન અને તમામ સરસમાન નાશ પામ્યું  ખાદ્ય દ્રવ્ય રોકડ રકમ કપડા લતા ઘર વકરી  સહિત નાશ પામતા ભારે લાચાર સ્થિત માં મુક્યો ગરીબ શ્રમિક પરિવાર ઉપર આભ અને નીચે ધરતી કાઈ પણ રહ્યું નહિઆસોદર ગામના  વિનુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ના મકાન મા આગ શોર્ટસર્કિટ કારણે લાગી મકાન સહિત સંપૂર્ણ ઘર વકરી ખાખ થઈ ગઇ ખાદ્ય દ્રવ્ય અનાજ રોકડ રકમ રાસરસીલું સંપૂર્ણ નાશ પામતા અંદાજીત ચાર લાખ થી વધુ ની નુકશાની થવા થી ગરીબ પરિવાર ઉપર આભ તૂટ્યું હોય તેવી  સ્થિતિ 
 

અતિ ગરીબ  શ્રમિક પરિવાર નું ઘર સંપૂર્ણ નષ્ટ થતા ભારે અરેરાટી સાથે લાચાર સ્થિતિ માં મુકાયેલ શ્રમિક પરિવાર નો આશરો શોર્ટસર્કિટ થી નાશ પામતા રેવન્યુ તલાટી એ પંચરોજ કામ કરી નુકશાની નો અંદાજ કાઢી  કેટલી નુકશાની છે તે અંગે ક્યાસ મેળવી રહ્યા છે  આગ ની ઘટના શોર્ટસર્કિટ થી બની હોવા થી લાઠી પી જી વી સી એલ ડિવિઝન અધિકારી મારફતે પણ સ્થળ  તપાસ કરાય છે 

આ લાચાર પરિવાર ને ન્યાય મળશે ? આ પરિવાર ને કેશડોલ્સ અને ફસ્ટ પ્રાયોરિટી થી આવાસ યોજના નો લાભ મળશે ? ગરીબ શ્રમિક પરિવાર ના રહેણાંક મકાન કાટમાળ સહિત આશરો નાશ પામતા સ્થાનિક રહીશો બચીકૂંચી વસ્તુ બહાર કાઢવા મદદ આવ્યા હતા પણ કોઈ વસ્તુ બચી ન હતી પહેરેલા કપડાં સિવાય આ પરિવાર પાસે કંઈ નથી સરકાર સંવેદના દર્શાવી મદદ કરે તેવી સ્થાનિક કક્ષા એ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0