fbpx
અમરેલી

ચલાલા ગાયત્રી સંસ્‍કાર ધામ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે છાસ કેન્‍દ્રનો પ્રારંભ

સેવાકાર્યનું વટવૃક્ષ અને જીવંતતા દર્શાવતું સ્‍થળ એટલે ગાયત્રી સંસ્‍કાર ધામ ચલાલા કે જયાં સેવા, સંસ્‍કાર, આરોગ્‍ય, પશુસેવા, પક્ષીસેવા, સમૂહ લગ્ન જેવી પ્રવૃતિઓ અખંડ ચાલી રહી છે. જેના ભાગરૂપે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો અમૃતના ઓડકાર સમી છાસનું વિતરણ શરૂ કરેલ છે. આ છાસ કેન્‍દ્રમાં આસપાસના વિસ્‍તારના પ0 જેટલા જરૂરિયાતમંદ કુટુંબોના રપ0 જેટલા લોકો આ છાસ કેન્‍દ્રનો લાભ લઈ રહયા છે અને અંતરના આશીર્વાદ આપી રહયા છે. પૂ. રતિદાદાએ જણાવ્‍યું હતું કે આ છાસયજ્ઞ એપ્રિલ, મે, જૂન એમ ત્રણ મહિના ચાલશે અને અનેક લોકો આ સેવા કાર્યનો લાભ લેશે. આ છાસ કેન્‍દ્રમાં એપ્રિલ માસનો આર્થિક સહયોગ લાભુબેન મોનજીભાઈ તન્‍ના બર્મિંગહામ તરફથી મળેલછે.

Follow Me:

Related Posts