fbpx
અમરેલી

કોવિડ હોસ્પિટલોમાં ઓકસીજન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી કાળ બંધ કરાવો : વિરજીભાઈ ઠુંમર

મુખ્યમંત્રી ને રજુઆત કરી ધારાસભ્યશ્રી ઠુંમરની માંગણી પ્રજાને હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે કોવિડ હોસ્પિટલોમાં ઓકસીજન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી કાળાબજારી બંધ કરાવો રાજયના તમામ જિલ્લાઓમાં રેમડેસિવિર ઇજેકશન જરૂરી માત્રામાં ઉપલબ્ધ કરાવે તમામ ખાનગી હોસ્પિટલોમાં પ 0 ટકા ફ્રી બેડ પુન : ડેઝીગ્નેટ કરો ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે રાજયના મુખ્યમંત્રીશ્રી પાસે માંગણી કરતા જણાવ્યું હતું જનઆક્રોશ એ છે કે પ્રજા હવે ભુખથી મરવા કરતાં કોરોનાથી મરવા તૈયાર છે . હાઇકોર્ટના આદેશ અનુસાર રાજય સરકાર કોઇપણ નિર્ણય લેતા પહેલા સરકારની ભુલોનો ભોગ કોરોના મહામારીથી બેકારી – મોંઘવારીમાં પીસાતી ગરીબ અને મધ્યમવર્ગની જનતાની ચિંતા કરે અને રોજીરોટી વગર ભુખ્યા ના સુવે તેની ચિંતા કરે . કોવિલ હોસ્પિટલોમાં ઓકસીજનની અછત વર્તાઇ રહી છે એવામાં જ ઓકસીજન સપ્લાય કરતી કંપનીઓએ ભાવ વધારી દીધા છે . ઓકસીજન સિલીન્ડરનો મુળ ભાવ ૧૬ થી ૧૭0 ની વચ્ચે હતો જે હાલમાં કંપનીઓ ભાવ વધારી રૂા .૨૮૫ પ્લસ જીએસટી એમ કુલ રૂા .૩૧૬ પ્રતિ ઓકસીજન સિલીન્ડરના માંગી રહી છે . ઓકસીજન પુરતી માત્રામાં અને મુળ ભાવે ઉપલબ્ધ કરાવી દર્દીઓને હાલાકી ના પડે તે માટે સરકાર યોગ્ય આયોજન કરે . રેમડેસીવીર ઇજેકશનની સમગ્ર રાજયમાં અછત ઉભી થઈ છે તેને દૂર કરો તથા સમગ્ર રાજયમાં એની કાળાબજારી થઈ રહી છે . ૯00 રૂપિયામાં મળતો ઇજેકશન આજે ૪ થી ૫ હજાર રૂપિયામાં કાળાબજારમાં વેચાઇ રહ્યા છે . સરકાર પુરતા પ્રમાણમાં ઇજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવી તેની વિકેન્દ્રીકરણ શરૂ કરાવે . રાજકીય મેળાવડા , ચુંટણીઓ અને ક્રિકેટ સ્ટેડિયમમાં ભેગી થયેલી ૬૫000 ની ભીડના કારણે કોરોના સંક્રમણ ગુજરાતમાં બેકાબુ થયો છે . સરકાર પોતાની નિષ્ફળતા અને બેદરકારીનો ઠીકરો હાઇકોર્ટના આદેશનો સહારો લઈ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનાં દંડનો કોરડો ઝીંકાવ્યા પછી હવે લોકડાઉન કરફયુ કરી દોષનો ટોપલો પ્રજાના માથે ફોડશે . સરકારે પ્રજાનો આક્રોશ સમજવો જોઇએ . રાજયમાં કોરોના બેફામ થયાનો તથા કોરોના સૌથી સલામત મુખ્યમંત્રીના કાર્યાલય , ધારાસભ્યો , ગાંધીનગર સચિવાલય સુધી પહોંચ્યા હોવાની જાણ કરતો પત્ર લખી જનહિતમાં રાજકીય મેળાવડા બંધ રાખવા જોઇએ . તેમ જણાવી કોરોના મહામારીને પુન : માઝા મુકતા ગરીબ દર્દીઓ માટે રાજયની ખાનગી હોસ્પિટલોમાં પ 0 ટકા ફ્રી બેડ પુન : ડેઝીગ્નેટ કરવા જોઇએ . ભાજપે ગરીબોના મતોથી ચુંટણી જીતી ગયા પછી ખાનગી હોસ્પિટલોના ગરીબ દર્દીઓ માટેના ફ્રી સરકારી બેડ બંધ કરી દીધા . ( વિરજીભાઈ ઠુંમર )

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/