fbpx
અમરેલી

અમરેલીમાં ઝુંપડપટ્ટીમાં ચપ્‍પલ અને સ્‍લીપરનું વિનામૂલ્‍યે વિતરણ

અમરેલીમાં ઝુંપડપટ્ટીમાં ચપ્‍પલ અને સ્‍લીપરનું વિનામૂલ્‍યે વિતરણ

એડવાન્‍સ યુથ ડેવલપમેન્‍ટ કાઉન્‍સિલ અને શેર એન્‍ડ કેર અમરેલી દ્વારા અમરેલીનાં ઝુંપડપટ્ટી વિસ્‍તારોમાં ઉનાળાની શરૂઆતમાં બાળકોને ચપ્‍પલ અને સ્‍લીપરનું વીતરણ રાજેશભાઈ વ્‍યાસ, ચૈતન્‍ય ખીમસુરીયાના સહયોગથી કરવામાં આવેલ.

તરૂણભાઈ પંડયા અને દેવેન્‍દ્રભાઈ પંડયા (રાજુલા) દ્વારા બાળકોને નાસ્‍તો આપવામાં આવેલ. આ વિતરણ કાર્યમાં શેર એન્‍ડ કેરના મેમ્‍બરો સર્વ સંજય પંડયા, પાર્થ કામોઠી, જગદીશ બાબરીયા, જોહરા વિરાણી, માનશી વડેરા અને તબસ્‍સુમ પરીમલએ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને વ્‍યવસ્‍થા શેર એન્‍ડ કેરનાં ફાઉન્‍ડર રીયાઝ વેરસીયાએ કરેલ.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0