fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા 62 કેસ, 6 દર્દી ડિસ્ચાર્જ થયા , 592 એક્ટિવ કેસ

અમરેલી જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજે જિલ્લામાં કોરોનાના 62 નવા કેસ સામે આવ્યા હતા. હાલ 592 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે છ દર્દી સાજા થઇ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. તો જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 45 વ્યક્તિના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની કુલ સંખ્યા 4926 પર પહોંચી છે. અમરેલીમા કાેરાેનાનુ સંક્રમણ વધતા 25 જેટલા વેપારી સંગઠનાેઅે સાત દિવસનુ સ્વૈચ્છિક લાેકડાઉન જાહેર કર્યુ હતુ.

જેને પગલે શહેરમા તેનાે સજ્જડ અમલ થઇ રહ્યાે છે. અમરેલી શહેરના વેપારીઅાેઅે નિર્ણય કરી અેક સપ્તાહ સુધી લાેકડાઉન જાહેર કર્યુ છે. શહેરમા કેારાેનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અાવશ્યક વસ્તુઅાેની દુકાન સિવાય તમામ દુકાનાે બંધ રાખવામા અાવી રહી છે. વેપારીઅાે હાલ સજ્જડ અમલ કરી રહ્યાં છે. હાલ શહેરમા અનાજ કરિયાણા, શાકભાજી, દુધની દુકાન, લાેટ દળવાની ઘંટી, મેડિકલ, હાેસ્પિટલ, પેટ્રાેલપંપ જેવી સેવાઅાે શરૂ છે. અન્ય દુકાનાે સજ્જડ બંધ જાેવા મળી રહી છે. અાગામી તા. 26મીથી ફરી બજારાે ખાેલવામા અાવશે.

તાે બીજી તરફ ચલાલા ચેમ્બર અાેફ કાેમર્સના પ્રમુખ મહેન્દ્રભાઇ સાદરાણી, કિરાણા અેસાે.ના પ્રમુખ નવનીતભાઇ નગદીયા સહિત તમામ વેપારી અેસાે. દ્વારા સ્વૈચ્છિક લાેકડાઉનનાે નિર્ણય લેવાયાે હતાે. હાલ અહી પણ બપાેરના 3 વાગ્યા સુધી જ અાવશ્યક ચિજવસ્તુઅાેની દુકાનાે ખુલી રાખવામા અાવે છે. જયારે બાબરામા પણ બપાેર સુધી જ વેપારીઅાે પાેતાના વેપાર ધંધા ખુલા રાખે છે.બપાેરબાદ અહી પણ લાેકડાઉનનાે અમલ કરવામા અાવી રહ્યાે છે. અા ઉપરાંત અહીના દરેડમા સવારે 7 થી બપાેરના 1 વાગ્યા સુધી જ ધંધા રાેજગાર શરૂ રખાય છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0