fbpx
અમરેલી

સાવરકુંડલાનાં યુવા ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ઉમદા કામગીરી કરી,ર00-ર00 લીટરની ર મોટી ટાંકી ભરીને 100 સિલિન્‍ડર ખાલી ખરીદ કરીને અમરેલી માટે રવાના કર્યા

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં મોટી સંખ્‍યામાં કોવિડનાં દર્દીઓ સારવાર મેળવતા હોય તેઓને ઓકિસજનની તંગી ઉભી ન થાય તે માટે સાવરકુંડલાનાં યુવા ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે ઉમદા કામગીરી કરી છે.

તેઓએ તેમના એક મિત્રની ફેકટરીમાં ઉપયોગમાં લેવાતા ઓકિસજનનો ઉપયોગ કોવિડનાં દર્દીઓ માટે જરૂરી હોવાનું જણાવીને થોડા દિવસો માટે ફેકટરી બંધ કરી મદદ કરવા જણાવતાં તેમનાં મિત્રએ હોંશે હોંશે ફેકટરી બંધ કરીને ર00-ર00 લીટરની ર મોટી ટાંકી ભરીને ઓકિસજનનો જથ્‍થો ધારાસભ્‍યને સુપ્રત કરતાં ધારાસભ્‍યએ 100 ઓકિસજન સીલીન્‍ડરની ખરીદી કરીને સુરતથી અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં રવાના કરીને તેઓ કોવિડનાં દર્દીઓ માટે ચિરંજીવી જડીબુટ્ટી લઈ આવ્‍યાનું કહીશકાય.

આ તકે ધારાસભ્‍ય પ્રતાપ દુધાતે સાંસદ કાછડીયા પર શાબ્‍દિક પ્રહારો કરતાં જણાવ્‍યું હતું કે, સાંસદ દરેક આરોગ્‍ય કેન્‍દ્રમાં દોડી જઈને શું તકલીફ છે તે હવે પુછી રહૃાાં છે અત્‍યાર સુધી આરોગ્‍ય કેન્‍દ્ર સામે જોયું નહી અને હવે ફોટો સેશન કરાવવા નીકળી પડયા છે. જો કે જિલ્‍લાની જનતા સાંસદનાં ફોટોસેશનને ઓળખી ગઈ છે. પંચાયતથી લઈને પાર્લામેન્‍ટ સુધી ભાજપનું શાસન છતાં પણ આજે અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર દેશમાં કોવિડનાં કારણે હાહાકાર મચી ગયો છે. હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટ પણ ભાજપ સરકાર પર ફીટકાર દર્શાવે છતાં પણ ભાજપનાં આગેવાનો લુખ્‍ખા આશ્‍વાસનો અને ફોટોસેશન કરીને નાગરિકો સાથે ક્રુર મજાર કરી રહૃાા હોવાનું અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/