fbpx
અમરેલી

ભાવનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી અને અમરેલીના પૂર્વ જિલ્લા રમત ગમત અધિકારી સ્વ.ડો.અરૂણભાઈ જે.ભલાણીની ફાની દુનિયામાંથી વિદાય ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી

કોરોના મહામારીથી આખી દુનિયા લાચાર અને પરેશાન છે, ક્ષણભર પહેલા આપણી સાથેના સ્વજન ક્ષણબાદ દુનિયા છોડીને ચાલ્યા જાય છે, ત્યારે અમારા રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પરિવારના ભાવનગર જિલ્લા રમત ગમત અધિકારી કચેરીના જિલ્લા યુવા વિકાસ અધિકારી સ્વ.ડો.અરૂણભાઈ જે.ભલાણી(ઉ.વ.૫૬) પણ આ કોરોના સામે જંગ હારી ગયા. ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી અને ૨૦૧૦ થી ૨૦૧૬ સુધી એમ ૧૨ વર્ષ સુધી અમરેલી જિલ્લામાં રમત ગમત અધિકારી તરીકે સેવા આપી, હજારો યુવાનો, ખેલાડીઓ અને કલાકારોના માર્ગદર્શક, પ્રેરક અને ગુરૂ તરીકે ચાહના ધરાવતા અને દિલોમાં રાજ કરનાર ઉમદા વ્યક્તિત્વ નેતૃત્વનો એક્કો ગણાતા અને હરહમેશ મજબુરીમાં મદદે ખડે પગે ઊભા રહેનાર પોતાની યાદો છોડી જતાં રહ્યા છે, ત્યારે વિભાગ, કચેરી પરિવાર, વ્યાયામ શિક્ષક મિત્રો માટે પણ દુખદ ઘટના છે, ન પુરી શકાય એવી ખોટ પડી છે, પણ ઈશ્વરની મરજી સામે લાચાર છીએ, મૃત્યુ એક સત્ય છે. જે વેલા કે મોડા જન્મ લેનાર તમામે સ્વીકારવું જ રહ્યું. જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, અમરેલીનાં અધિકારીશ્રી અને તમામ સ્ટાફ તથા વ્યાયામ શિક્ષકો વતી સાહેબના દિવ્ય આત્માને ઈશ્વર શાંતિ આપે અને પરિવાર પર આવી પડેલી આ મુશ્કેલ પરિસ્થિતીને સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0