કાનૂની સહાય અને સલાહ માટે ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ ઉપર સંપર્ક કરો

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લામાં રહેતા કોઈ પણ વ્યક્તિને હાલની કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં કોર્ટમાં ચાલતા કેસ બાબતે અથવા કોર્ટમાં કેસ દાખલ કરવા માટે કોઈપણ પ્રકારની કાનૂની સહાય અને સલાહની જરૂર જણાય તો ફોન નંબર ૦૨૭૩૨ ૨૨૯૮૨૪ ના ઉપર સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે બે કલાક સુધી કામકાજના દિવસોમાં ઇમેલ dlsa.amreli1@gmail.com એડ્રેસ ઉપર સંપર્ક કરવો તેમજ મફત કાનૂની સહાય અને સલાહ માટે નો ટોલ ફ્રી નંબર ૧૫૧૦૦ ઉપર સંપર્ક કરવો. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી ન્યુ દિલ્હીની સુચના મુજબ તમામ કાર્યવાહી વર્ચ્યુઅલ ઓનલાઈન કરવામાં આવે છે જેમાં લીગલ પેનલ એડવોકેટ સહાયરૂપ થશે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments