fbpx
અમરેલી

રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓપરેટરના અભાવે બંધ ૨ વેન્ટિલેટર ચાલુ કરવા માંગ


યુવા આગેવાન અજય શિયાળ આરોગ્ય મુખ્ય સચિવ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટે સહિતના ને પત્ર લખ્યો
તા.૨૮ રાજુલા
રાજુલા સિવિલ હોસ્પિટલ નું નવીનીકરણ થયું ત્યારથી આજદિન સુધી હોસ્પિટલ ને ફાળવવામાં આવેલ ૨ વેન્ટિલેટર ઓપરેટર ના હોવાના કારણે બંધ પડ્યા છે તેનાં કારણે આ વિસ્તારના દર્દીઓ ને અન્ય શહેરોમાં જવું પડે છે પરંતુ હાલ કોરોના વાઈરસ મહામારી માં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અમુક લેવલ બાદ દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા ની જરૂરિયાત પડી રહી છે અને વેન્ટિલેટર ની પણ તંગી સર્જાઇ છે ત્યારે રાજુલા સિવિલ હોસ્પિટલમાં બે વેન્ટિલેટર ઓપરેટર ના અભાવે શોભા નાં ગાંઠિયા સમાન પડ્યા છે આ વિસ્તારના યુવા આગેવાન અજય શિયાળ દ્વારા રાજ્યના મુખ્ય સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને પત્ર લખતા જણાવ્યું હતું કે રાજુલા ખાતે આવેલા સિવિલ હોસ્પિટલમાં બે વેન્ટિલેટરો હોસ્પિટલનાં નવીનીકરણ થી આજદિન સુધી ઓપરેટર ના અભાવે કાર્યરત નથી . તેનાં કારણે વેન્ટિલેટર ની જરૂરીયાતવાળા દર્દીઓને અન્ય શહેરોમાં જવું પડે છે જ્યારે રાજુલા સિવિલ હોસ્પિટલ માં હાલમાં આ વેન્ટિલેટરો બિન ઉપયોગી પડ્યા છે . આ માટે આ વિસ્તારના ધારાસભ્ય , પૂર્વ કૃષિમંત્રી , સહિતના આગેવાનો દ્વારા તંત્ર અને સરકાર ને રજૂઆત કરી છે તેમજ ટ્વીટર નાં માધ્યમ થી અમો દ્વારા અવારનવાર આ અંગે આપને તથા સ્થાનિક તંત્ર ને રજૂઆત કરી હતી પરંતુ હાલ ની પરિસ્થિતિ જોતા આપના વિભાગો દ્વારા આ અંગે ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી નથી તેવું લાગી રહ્યું છે જે બાબત ખૂબ દુઃખદ કહી શકાય કે હાલ ની મહામારી માં વેન્ટિલેટર ઉપલબ્ધ હોવા છતાં આપના વિભાગ દ્વારા તેમને કાર્યરત કરવા માટે યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી . હાલ ની પરિસ્થિતિ માં આ ૨ વેન્ટિલેટર કાર્યરત કરવામાં આવે તો જરૂરિયાતવાળા દર્દીઓને ઉપયોગી નિવડશે અને કોઇનો જીવ બચી શકશે. ત્યારે માનવતાના ધોરણે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બે વેન્ટિલેટર વહેલામાં વહેલી તકે કાર્યરત કરવામાં આવે તેવી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ને તથા સરકારશ્રી ને રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં માનવતા નાં ધોરણે વેન્ટિલેટર કાર્યરત કરવામાં આવે છે કે જૈસે થે જેવી જ પરિસ્થિતિ સર્જાઈ છે તે તો હવે આવનારો સમય જ બતાવશે.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/