fbpx
અમરેલી

ખેડૂતોને પાક ધિરાણની રકમ ભરવામાં મુદત વધારો કરવા તેમજ વ્યાજ સહાય આપવાના નિર્ણયને આવકારતા એન.સી.યુ.આઇના ચેરમેન ઇફ્કોના વાઈસ ચેરમેન પૂર્વ મંત્રી – દિલીપ સંઘાણી

હાલના કોરોનાના સમયગાળા દરમિયાન રાજ્યના માર્કેટયાર્ડ બંધ છે ખેડૂતો પોતાની ખેતી જણસ વેચવા માટે તકલીફો
ભોગવી રહેલ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપતો મહત્વપૂર્ણ ખેડૂત લક્ષી
નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ખેડૂતોને પાક ધીરણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવાઇ છે તેમજ જે ખેડૂતો
મંડળીમાંથી ધિરાણ મેળવે છે તેમજ મધ્યસ્થ સહકારી બેન્કોમાં ધિરાણ મેળવે છે તેમને રાજ્ય સરકારના ચાર ટકા તેમજ
ભારત સરકારના ત્રણ ટકા સહીત કુલ ૭ ટકા વ્યાજ રાહત આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે તે માટે રાજ્યના
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ તેમનીટીમનો નિર્ણય દિલીપ સંઘાણી એ આવકારેલ છે અને અભિનદન આપેલ છે.
તેમજ રાજ્યભરના ખેડૂતો વતી આ નિર્ણય લેવા માટે રાજ્ય સરકારની તેમજ વિજયભાઈ રૂપાણીનો આભાર પૂર્વ મંત્રી
દિલીપ સંઘાણીએ માનેલ તેવું અખબારી યાદીમાં જણાવાયેલ છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0