શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિ.માં લોસ – એન્જલસ , ન્યુયોર્ક તથા મુંબઈ સહિતના દાતાઓએ સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર સહિતની સુવીધા વધારવા રૂા . ૫૦ લાખનું દાન કર્યુ

. – ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલમાં વર્તમાન પરિસ્થિતિમાં વેન્ટિલેટરની સુવિધામાં વધારો કરવા અમેરિકાના લોસએન્જલસ સ્થિત જોગાણી દંપતી શ્રી હરેશ જોગાણી તથા શ્રીમતિ કલ્પના જોગાણીએ રૂા .૧૫ લાખનું સહીત કુલ રૂા . ૫૦ લાખનું દાન પ્રાપ્ત થયુ > અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલના માધ્યમથી જિલ્લાના વધુમાં વધુ મધ્યમ તથા ગરીબ પરિવારોને વધુમાં વધુ સારી આરોગ્ય સેવા પુરી પાડવી એજ અમારો લક્ષ્ય છે ત્યારે દાતાઓ દ્વારા અમોને સહયોગ પ્રાપ્ત થઈ રહયો છે તેના અમો આભારી , છીએ – અશોક ગજેરા , ટ્રસ્ટી ગજેરા ટ્રસ્ટ > સિવિલ હોસ્પિટલને કુલ ૫૦ લાખના દાનની સરવાણી વતનના રતન , કેળવણીકાર તથા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલના ચેરમેન માન.વસંતભાઈ ગજેરાએ સિવિલ હોસ્પિટલનું સંભાળતાજ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્ય સુવિધાઓમાં વધારો કરીને જિલ્લાના છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સુવિધાનો અહેસાસ કરાવ્યો છે ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતીમાં કોરોના સારવારમાં પણ સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે તેવા સંજોગોમાં વિદેશની ધરતી પર રહેતા ગુજરાતીઓ પણ મન – મુકીને દાનની સરવાણી વહાવી રહયાં છે ત્યારે અમેરિકાના લોસએન્જલસ સ્થિત માન.હરેશ જોગાણી તથા શ્રીમતિ કલ્પના જોગાણી દ્વારા સિવિલમાં વેન્ટિલેટરની સુવિધા વધારવા રૂા .૧૫ લાખ જેવી માતબર રકમનું દાન કરીને ખરા – અર્થમાં વતનનું ઋણ ચુકવાનું પવિત્ર કાર્ય કર્યું છે , આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી સાધનો વસાવવા નિકુંજ પારેખ – લક્ષ્મી ડાયમંડ ન્યુયોર્ક રૂ .૧૦ લાખ , શિરિશભાઈ ઝવેરી રૂા .૫ લાખ , અજેશ મહેતા – ડી નવીનચંદ્ર એન્ડ કા . ૫ લાખ , વિજયભાઈ મોરખીયા- ૨ લાખ , લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી.અશોક ગજેરા રૂા .૧૩ લાખ આમ કુલ મળી શાંતાબા સિવિલ જનરલ હોસ્પિટલને કુલ રૂા .૫૦ લાખનું દાન મળ્યું છે . આ તકે ગજેરા ટ્રસ્ટના ટ્રસ્ટી તથા લક્ષ્મી ડાયમંડ મુંબઈના એમ.ડી. અશોક ગજેરાએ તમામ દતાઓને આભાર માનતા જણાવ્યું હતુ કે જિલ્લાના છેવાડા માનવી સુધી ઉતમ આરોગ્ય સેવા પુરી પાડવી એજ અમારો ધ્યેય છે ત્યારે દાતાઓ દ્વારા પણ સહયોગ મળી રહયો છે એનો અમોને આનંદ છે .
Recent Comments