fbpx
અમરેલી

સાંસદ દિલીપ સંઘાણી દ્રારા અમરેલી ખાતે યોજાયુ હતું ભવ્ય સન્માન અમરેલી જીલ્લાની અસ્મરણીય શ્રી અજીતસિંહની સ્વર્ણિમ યાદો


શ્રી અજીતસિંહ ના સન્માન સમારોહ માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીઈગુજરાતના તત્કાલીન કૃષિમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, લીલાબેન પટેલલજીવરાજભાઈ વાગડીયાલબાલુભાઈ તંતીલહીરાભાઈ સોલંકીલ બાવકુભાઇ ઉધાડલઅરુણભાઈ પટેલ લચંદુભાઈ સંઘાણી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ
…………………………………………………………….

કેટલીક યાદો અસ્મરણીય અને ચિરંજીવી બની જતી હોય છે તેવી ઘટનાનો અમરેલી જીલ્લો અને જનતા ફરી સાક્ષી બની છે.

૧૯૮પ નો પાકવિમો મેળવવાના લગાતાર પ્રયાસો ૧૭ વર્ષ પછી કેન્દ્રમા કૃષિમંત્રી તરીકે અજીતસિંહના આગમન સાથે જ અનેક આંટીધુંટી ઉકેલીને ચૂકવી આપવામા આવ્યો, આ અવસરને અમરેલી જીલ્લાના ખેડૂતોએ અજીતસિંહજીના સન્માન સાથે એવી રીતે ઉજવ્યો કે, જે આજે પણ ભૂલી શકાય તેમ નથી.

અમરેલી ખાતે વિશાળ મેદાનમાં યોજાયેલ અજીતસિંહજીના સન્માન સમારોહમા તત્કાલીન મુખ્યમંત્રી નરેદ્રભાઈ મોદી, કૃષિમંત્રી પરશોતભાઈ રૂપાલા, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામા જીલ્લાભરના ખેડૂતો ઉપસ્થિત રહયા હતા.

અમરેલી જીલ્લો હજુ પણ અજીતસિંહજીને ભૂલ્યો ન હોય તેમ આજે તેમના અવસાનને તસ્વિરી શ્રધ્ધાંજલી અપર્ણ કરી રહયો છે જે ઘણી સુચક છે

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0