fbpx
અમરેલી

બાબરા તાલુકાના ધરાયમાં કોવિડ સેન્ટર શરૂ કરાયું ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવતા ગામના કોવડ દર્દીઓને રાહત


સ્થાનિક મામલતદાર,ટીડીઓ અને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા કોવિડ સેન્ટરની મુલાકાત કરી કોવિડ સેન્ટરની પ્રસંશા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું

બાબરા તાલુકાના ધરાઈ ગામમાં ગામ લોકોના સહકારથી ગ્રામ પંચાયત દ્વારા કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અહીં કોરોના મહામારીમાં ગામના કોવિડ દર્દીઓને પૂરતો આરામ મળી રહે તેમજ જરૂરી દવાઓ,ઓક્સિજન અને પૂરતી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે


ત્યારે ધરાયમાં શરૂ કરવામાં આવેલ કોવિડ સેન્ટરની મામલતદાર ડી એમ બગસરિયા તેમજ તાલુકા વિકાસ અધિકારી,મેડિકલ ઓફિસર ડો મીના ડો ઠાકર સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ મુલાકાત કરી કોવિડ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કરી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અહીં કોવિડ સેન્ટરની કામગીરીની અધિકારીઓ દ્વારા પ્રશંસા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું


ધરાઈ ગામના સરપંચ મિતુલભાઈ જોષીએ જણાવ્યું હતું કે સમસ્ત ગામ ના સહયોગ થી શરૂ કરવામા આવેલ કોરોના કેર આઈસોલેશન સેન્ટર સરકાર શ્રી દ્વારા મંજુરી મેળવી શરૂ કરવામા આવેલ છે,,હાલ મા કોરોનાની મહામારી ના સમય મા કોઇ દર્દી સારવાર વગર રહી ન જાય અને પોતાની અને પરીવાર ની સાવચેતી ના ભાગ રૂપે ધરાઈ ગામે એક સુંદર આયોજન કરી કેર સેન્ટર બનાવેલ છે ,જેમા દર્દી ને પુરો આરામ મળી રહે અને જરૂરી ,દવા ,આરામ દાયક બેડ,બી,પી,ડાયાબીટીસ,પલ્સ,વિગેરે ની સચોટ તપાસ સરકારી ડોકટરો તેમજ વિદ્વાન ખાનગી ડોકટરો દ્વારા ઓબ્ઝર્વેશન મા રાખવામા આવે છે ,દર્દી ને જરૂર પડે ડોકટરો ના માર્ગ દર્શન મુજબ ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામા આવી છે,,


ધરાઈ ગામમાં કોવિડ સેન્ટરની મુલાકાત દરમિયાન સરપંચ મિતુલભાઈ જોષી,મુકેશભાઈ સતાણી,અનકભાઈ ,ધોહાભાઈ,કુલદિપભાઈ તેમજ સેવા ભાવિક ગણ ઉપસ્થિત

Follow Me:

Related Posts