fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાનાં 34 ગામોને કન્‍ટેઈનમેન્‍ટ ઝોન જાહેર કરાયા

અમરેલી જિલ્‍લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્‍યામાં વધારો થવા પામેલ છે. સાથો સાથ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ કોરોના વકરી રહયો હોય અને મહામારીને રોકવા માટે થઈ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અને કલેકટર આયુષ ઓક દ્વારા 9 તાલુકાના 34 ગામોમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસ પ્રકાશમાં આવતા આ તમામ 34 ગામોને કન્‍ટેઈનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે.

આ કન્‍ટેઈનમેન્‍ટ એરિયામાં અમરેલી તાલુકાના જાળીયા, ઈશ્‍વરીયા, કેરીયાનાગસ, તરવડા, જસવંતગઢ, વાંકીયા  તથા વરૂડી ગામોનો સમાવેશ થાય છે. જયારે બાબરા તાલુકાના ચરખા, દરેડ, મોટા દેવળીયા, જામબરવાળા તથા વાવડી ગામનો સમાવેશ થાય છે.

બગસરા તાલુકાના હડાળા ગામ તથા ધારી તાલુકાના દલખાણીયા, ડાંગાવદર,દુધાળા, ગોવિંદપુર, સરસીયા તથા ભાડેર ગામનો સમાવેશ થાય છે. જયારે સાવરકુંડલા તાલુકાના વંડા, આંબરડી તથા નેસડી ગામનો સમાવેશ થાય છે.

વડીયા- કુંકાવાવ તાલુકાના રામપુર, તોરી, અરજણસુખ, ખજુરી, પીપળીયા, મોટા ઉજળા, બરવાળા બાવળ તથા લાઠી તાલુકાના ચાવંડ, મતિરાળા, શેખ પીપરીયા, આંસોદર ગામનો સમાવેશ થાય છે.

લીલીયા તાલુકાના ખારા તથા ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામનો સમાવેશ થાય છે. આ તમામ ગામોમાં તા. 13/પ થી તા. 19/પ સુધી અમલમાં રહેશે તથા આ ગામોમાં આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ પ્રકારની અવર-જવર ઉપર સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્‍યો છે.

Follow Me:

Related Posts